GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

1 એપ્રિલ એટલે આજથી લાગુ થયા આ નવા નિયમો, જાણો તમારા ખિસ્સાને કેટલો થશે ફાયદો

વર્ષમાં જ્યારે મહિનો બદલાઈ છે, ત્યારે 1 તારીખ સાથે કેટલાક નિયમોમાં પણ ફેરફાર થયા છે. એવી ઘણી વસ્તુઓ છે, જે આજથી બદલાઈ ગઈ છે અને ઘણી નવી સુવિધાઓ પણ મળશે. તો આવો જાણીએ કે, આ નાણાકિય વર્ષના છેલ્લા દિવસ એટલે કે, 31 માર્ચ ખતમ થવાની સાથે-સાથે ક્યાં ક્યાં નિયમો બદલાઈ રહ્યા છે, જે તમારા ખિસ્સાને ભારે અથવા હળવું કરી શકે છે.

મર્જ થશે 4 મોટી બેન્ક

ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું મિક્સિંગ પંજાબ નેશનલ બેન્કમાં થશે. સિન્ડિકેટ બેન્ક કેનરા બેન્કમા ભળશે, આંધ્ર અને કોર્પોરેશન બેન્ક યૂનિયવ બેન્ક સાથે અને ઈલ્હાબાદ બેન્ક ઈન્ડિયન બેન્કમાં મર્જ થશે.

BS-6 વાહન વેચાશે

દિલ્હી-NCR માં BS-6 વાહનનું જ વેચાણ થશે. દેશના બાકી ભાગમાં લોકડાઉન ખતમ થયા બાદ 10 દિવસ સુધી BS-4 વાહન વેચી શકાશે.

મેડિકલ ડિવાઈસ દવાની શ્રેણીમાં

બધા જ મેડિકલ ડિવાઈ ડ્રગ્સના દાયરામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ-3 હેઠળ માનવ અને જાનવર પર વપરાશ થતા તમામ ઉપકરણ દવાની શ્રેણીમાં આવશે.

વધારે મળશે પેન્શન

એમ્પ્લોઈ પેન્શ સ્કીમ (EPS) ના બદલાયેલા નિયમ અમલી બનશે, રિટાયરમેન્ટ બાદ 15 વર્ષ સુધી ફુલ પેન્શનની વ્યવસ્થા એટલે કે, એપ્રિલ 2005 પહેલા રિટાયર લગભગ 6 લાખ લોકોને વધારે પેન્શન મળશે.

ક્લીન ઓયલની સપ્લાઈ

દેશભરમાં BS-6 પેટ્રોલ-ડીઝલની જ સપ્લાઈ થશે. પેટ્રોલ વાળી કારમાં નાઈટ્રોજન ઓક્સાઈટનું ઉત્સર્જન 25% સુધી અને ડીઝસ કરામાં 70% સુધી ઘટશે.

ઈનકમના 2 વૈક્લિપક સિસ્ટમ

આયકરના બે સિસ્ટમ હશે. જૂના ટેક્સ સ્લેબની સાથે વૈકલ્પિક સ્લેબ પણ હશે. કોઈ પણ એકને પસંદ કરો. વૈકલ્પિક સિસ્ટમમાં કોઈપણ બચત વગર કરદાતા છૂટ મેળવી શકશે.

READ ALSO

Related posts

WhatsApp હવે એકસાથે 50 લોકો કરી શકે છે Video Call, જાણો સરળ રીત

Ankita Trada

આજથી આ 5 મોટા ફેરફાર થઈ ગયા, એની જાણકારી મેળવવી તમારા માટે ઉપયોગી છે

Mansi Patel

વાવાઝોડાનું સંકટ: પોલીસ અને વહીટીતંત્ર એલર્ટ, સુરક્ષા એજન્સી પણ સતર્ક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!