GSTV

વર્લ્ડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ફેરફાર : વિલિયમસનને બીજા સ્થાને ધકેલી આ ખેલાડી બન્યો નંબર વન, કોહલીને પણ ઝટકો

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

ન્યૂઝિલેન્ડના કેપ્ટન વિલિયમસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ જ ટેસ્ટના વર્લ્ડ નંબર વન બેટ્સમેન તરીકેનો તાજ ગુમાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન સ્ટીવ સ્મિથે વિલિયમસનને પાછળ ધકેલીને ટોચનુ સ્થાન હાંસલ કરી લીધું છે. જ્યારે એક સમયે ટોચનો ક્રમ ધરાવતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના રેન્કિંગમાં સુધારો થયો છે અને તેણે ચોથો ક્રમ હાંસલ કરી લીધો છે.

VIRAT-KOHLI

ટેસ્ટ બેટ્સમેનોના ટોપ-૧૦ રેન્કિંગમાં રોહિત શર્મા અને રિષભ પંત સંયુક્તપણે છઠ્ઠા સ્થાને છે. જ્યારે ટેસ્ટ બોલરોની યાદીમાં અશ્વિન બીજા સ્થાને છે. જે ટોપ-૧૦માં એકમાત્ર ભારતીય છે. જ્યારે ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં જાડેજા અને અશ્વિન અનુક્રમે બીજા અને ચોથા સ્થાને છે.

Steve Smith

વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગ (ટોપ-10)

બેટ્સમેનદેશરેટિંગ
સ્મિથઓસ્ટ્રેલિયા૮૯૧
વિલિયમસનન્યૂઝિલેન્ડ૮૮૬
લાબુશૅનઓસ્ટ્રેલિયા૮૭૮
કોહલીભારત૮૧૪
રૃટઈંગ્લેન્ડ૭૯૭
પંતભારત૭૪૭
રોહિતભારત૭૪૭
નિકોલ્સન્યૂઝિલેન્ડ૭૩૨
વોર્નરઓસ્ટ્રેલિયા૭૨૪
બાબરપાકિસ્તાન૭૧૪

વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગ (ટોપ-10)

બોલરદેશરેટિંગ
કમિન્સઓસ્ટ્રેલિયા૯૦૮
અશ્વિનભારત૮૫૦
સાઉથીન્યૂઝિલેન્ડ૮૩૦
હેઝલવૂડઓસ્ટ્રેલિયા૮૧૬
વાગ્નેરન્યૂઝિલેન્ડ૮૧૫
બ્રોડઈંગ્લેન્ડ૭૯૩
રબાડાસા.આ.૭૮૩
એન્ડરસનઈંગ્લેન્ડ૭૮૩
હોલ્ડરવિન્ડિઝ૭૫૪
સ્ટાર્કઓસ્ટ્રેલિયા૭૪૪

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું વિવાદસ્પદ નિવેદન , આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવે તેવી શક્યતા

pratik shah

યેહ રિશ્તા ક્યા કહેલાતા હૈ? 4 વર્ષ પહેલા જે હતો છોકરીનો બોયફ્રેન્ડ, હવે બની ગયો તેનો જ પિતા

Vishvesh Dave

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!