ગુજરાતની આ શાળાઓના સમયમાં કરાયો ફેરફાર, હવેથી એક કલાક મોડી

ડિસેમ્બરની મધ્યમાં રાજ્યભરમાં શિયાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે અને આજે રાજ્યમાં નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર છે. ડીસામાં પણ 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં બેઠો ઠાર પડ્યો હોય તેમ વહેલી સવારે ઠંડી અનુભવાતી હતી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયુ છે. તો ગાંધીનગરમાં 7.2 લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. સૌરાષ્ટ્રમાં સવારના સમયે ભેજના ૫૦ ટકાથી વધુ પ્રમાણના કારણે ધ્રુજાવી દેતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો છે. કચ્છમાં ઠંડી કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કચ્છ કાતિલ ઠંડી અનુભવ થઈ રહયો છે. સવારની પાળીના સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલથી શાળા 8:15 કલાકે શરૂ કરવામાં આવશે. શિક્ષણ અધિકારી દ્વારા એક કલાક મોડા શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની આગાહી

ગીરનારમાં પારો ૬ સેલ્સીયસ સુધી નીચે ઉતરી જતા આ પર્વતીય વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડીનો દોર શરુ થયો. આજે પણ કોલ્ડવેવની અને તાપમાન હજુ વધુ ઘટે તેવી આગાહી હવામાનખાતાએ કરી છે. લોકો ગરમવસ્ત્રો પહેરીને નીકળતા નજરે પડયા હતા. સવારે ભેજનું પ્રમાણ ૫૦ ટકા ઉપર હોવાથી તીવ્ર ટાઢનો અનુભવ થયો છે. હવામાન ખાતાના સૂત્રો અનુસાર આજે ખાસ કરીને રાજકોટ, મોરબી, કચ્છ પંથકમાં કોલ્ડવેવ ફરી વળવાની આગાહી છે અને એકંદરે તાપમાનનો પારો વધુ ૨ સે.નીચે ઉતરે અને કેટલાક સ્થળોએ તે સીંગલ ડીજિટમાં નોંધાવાની શક્યતા છે.

દેશમાં છે ઠંડીથી આવી સ્થિતિ

રાજધાની નવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન છ ડિગ્રીએ પહોંચ્યું હતું. પવર્તીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે. ઠંડા પવન અને ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વધતી ઠંડી છતાં દિલ્હામં ઘણાં લોકો એવા પણ છે કે જેમને ખુલ્લા આકાશની નીચે સુવા માટે મજબૂર થવું પડે છે. મંગળવારે રાત્રે લગભગ અઢી વાગ્યે દિલ્હીની એમ્સની સામે જ મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં સુવા માટે લાચાર દેખાયા હતા. આવી જ સ્થિતિ રેલવે સ્ટેશનો સહીત અન્ય રેનબસેરાઓની છે.

ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે

મહત્વપૂર્ણ છે કે ગત એક સપ્તાહમાં ઠંડીમાં સતત વધારો થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધશે. સ્પષ્ટ છે કે જો ધુમ્મસ વધશે, તો તેની સીદી અસર વાહનવ્યવહાર પર પણ પડશે. રાજસ્થાનના ફતેહપુર-શેખાવટીમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.5 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગત છ દિવસોથી આ સ્થાન પર પારો શૂન્યથી નીચે જ ચાલી રહ્યો છે. કેટલાક સ્થાનો પર તો ખેતરમાં પણ બરફ જામી ગયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter