GSTV
Home » News » પૃથ્વીનાં ઋતુચક્રમાં થતો ફેરફાર માનવજીવન માટે ઘાતક, આગામી સમયમાં ખતરનાક ફેરફારો થશે

પૃથ્વીનાં ઋતુચક્રમાં થતો ફેરફાર માનવજીવન માટે ઘાતક, આગામી સમયમાં ખતરનાક ફેરફારો થશે

છેલ્લા ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે. કાર્બન ડાયોકસાઇડ ગ્રીનહાઉસ ગેસ ગણાય છે જે સરવાળે પૃથ્વીનું તાપમાન વધારી મૂકે છે. પૃથ્વીના તાપમાનમાં થઇ રહેલો અસામાન્ય વધારો ગ્લોબલ વોર્મિંગના નામે પ્રચલિત બન્યો છે. આ ગ્લોબલ વોર્મિંગના પાપે દુનિયાભરના દેશોના પર્યાવરણમાં અસાધારણ ફેરફાર થઇ રહ્યાં છે.

ઋતુઓ માનવજીવનનું અભિન્ન અંગ છે પરંતુ આજકાલ મોસમ ઘણી ઝડપથી બદલાઇ રહી છે. ઉનાળાના દિવસોમાં ગરમીનો પારો અગાઉ કરતા વધારે ઊંચો જઇ રહ્યો છે તો શિયાળા વધારે થીજવી નાખનારા હોય છે. વરસાદ પણ અસામાન્ય અને અનિયમિત બની ગયો છે.

ધરતી સતત ગરમ થઇ રહી છે અને તેના કારણે ક્લાયમેટ ચેન્જ કહેવાતી પરિસ્થિતિ સર્જાઇ છે. તાપમાનની વધી રહેલી દરેક ડિગ્રી સાથે પૃથ્વી વિનાશ તરફ ધકેલાઇ રહી છે. જો આ જ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું તો આવનારા સમયમાં મોસમમાં ખતરનાક ફેરફારો આવશે.

વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઇ જશે કે અનેક સ્થળોએ કાળો દુષ્કાળ પડશે. વધતી જતી વસતીના પ્રમાણમાં અનાજની ઉપજમાં ભયજનક ઘટાડો થશે અને કરોડો લોકો ભૂખમરાનો ભોગ બનશે. અનિશ્ચિત મોસમના કારણે લોકોનું સ્થળાંતર વધશે જેના પરિણામે સામાજિક અસ્થિરતા ઊભી થશે અને લોહિયાળ સંઘર્ષો થશે. રોગચાળાઓનું પ્રમાણ વધશે.

READ ALSO

Related posts

ટ્રાફિક નિયમો : ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi

એકલા તમે જ નથી દંડાતા, સીએમ રૂપાણીની કારના 2 અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!