GSTV

6.3 કરોડ EPF ખાતા ધારકોને સરકારે ખુશ કરી દીધાં, આ નિયમ બદલીને હોળી પર આપી મોટી ભેટ

pf

શ્રમ મંત્રાલયએ 20 ફેબ્રુઆરી 2020ના એક અધિસુચનામાં કહ્યુ કે કર્મચારી ભવિષ્યનિધી(ઇપીએફ) યોજના અંતર્ગત એ પેન્શનરોને વધુ પેન્શન મળશે જેમણે સેવા નિવૃતિના 15 વર્ષ બાદ બધા પેન્સને ઉપાડી લેવાનો વિકલ્ર પસંદ કર્યો છે.

આ નિયમ એના માટે છે જેણે સેવાનિવૃતિ સમયે પોતાની પેન્શનો અમુક ભાગ ઓછો કર્યો છે.શ્રમ મંત્રાલયે કહ્યુ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)ના કર્મચારીઓ પેંશન યોજના અંતર્ગત પેંશન કોષથી એટલે કે કમ્યુટેશનની સુવિધા હવે પ્રાપ્ત થશે.

શું છે અગ્રિમ પેંશન સુવિધા

આ સુવિધા અંતર્ગત પેંશનધારકોને અગ્રિમમાં પેંશનનો એક હિસ્સો વન ઓફ દેવામાં આવશે.ત્યાર બાદ આવનારા 15 વર્ષમાં તેના માસિક પેન્સનમાં એક તૃતિયાંસ કાપ મુકાશે.15 વર્ષ બાદ પેન્શનરો પુરી પેન્શન લેવા પાર્ત થશે

6.3 લાખ પેન્શનરો માટે દરખાસ્તને મંજૂરી

21 ઓગસ્ટ, 2019 ના રોજ મળેલી બેઠકમાં, ઇપીએફઓના નિર્ણય લેનારા ટોચની સંસ્થાએ, આ સુવિધાનો લાભ લેનારા 6.3 લાખ પેન્શનરોને ‘કમ્યુએશન’ જોગવાઈ પુન:સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ શ્રમ પ્રધાન છે.

ઇપીએફઓની એક સમિતિએ 15 વર્ષના આંશિક ઉપાડ પછી પેન્શનની રકમ પુન:સ્થાપિત કરવા ઇપીએફસી -95 માં સુધારો કરવાની ભલામણ કરી હતી. પેન્શન ‘કમ્યુએશન’ પુન:સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ, EPS-95 સભ્યોને 10 વર્ષ માટે પેન્શન આઇટમનો ત્રીજો ભાગ પાછો ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી. તે 15 વર્ષ પછી પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સુવિધા સરકારી કર્મચારીઓ માટે પહેલેથી ચાલી રહી છે.

ઇપીએફ શું છે?

ચાલો તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) એ એક યોજના છે જે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંચાલિત ઇપીએફ પગાર મેળવતા કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક લાભ પ્રદાન કરે છે. તેના વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. દર મહિને, કંપની તમામ કર્મચારીઓના મૂળ પગારમાંથી 12% નાણાં કાપીને પીએફ ખાતામાં મૂકે છે. કર્મચારીઓની સાથે, કંપનીમાંથી 12% નાણાં કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!