GSTV

જરૂરી ખબર! એક ફેબ્રુઆરીથી થશે આ 6 મોટા બદલાવ, બંધ થઇ શકે છે તમારુ ATM કાર્ડ અને Whatsapp

નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ એક ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ થશે. સાથે જ આર્થિક સર્વે 31 જાન્યુઆરીએ આવશે. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ જે પણ એલાન કરશે, તે સમગ્ર વર્ષ દરમિયાન લાગુ થશે. પરંતુ અમે તમને કેટલાંક એવા મહત્વપૂર્ણ એલાનો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જે એક ફેબ્રુઆરી 2020થી જ લાગુ થઇ રહ્યાં છે. તેમાં રાંધણ ગેસના ભાવ, બંધ થઇ રહેલી એલઆઇસીની 23 પોલીસી, બેન્ક કર્મીઓની હડતાળ, વૉટ્સએપ, એટીએમ કાર્ડ સાથે સંબંધિત મહત્વની જાણકારી વગેરે સામેલ છે. આ નવા નિયમોથી જ્યાં એક તરફ તમને રાહત મળશે, સાથે જ જો તમે કેટલીક વાતોનું ધ્યાન ન રાખ્યું તો તમારે આર્થિક નુકસાન પણ ભોગવવુ પડશે. ચાલો તમને જણાવીએ આ બદલાવો વિશે…

75 લાખ સ્માર્ટફોન પર કામ નહી કરે Whatsapp

વોટ્સએપ 1 ફેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર પોતાનું સપોર્ટ બંધ કરી રહ્યું છે. તેવામાં જૂના ઓપરેટીંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન યૂઝર્સને કોઈપણ પરિસ્થિતીમાં 31 જાન્યુઆરી 2020 સુધી નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

1 ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ એન્ડ્રોઈડના વર્ઝન 2.3.7 વાળા સ્માર્ટફોન અને IOS 7 વાળા આઈફઓન પર વોટ્સએપ કામ કરશે નહી. કંપનીએ કહ્યું છે કે, તેમના આ નિર્ણયની અસર વધારે યૂઝર્સ પર નહી પડે, કારણ કે, વધારે પડતા યુઝર્સ પાસે નવો ફોન છે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, એન્ડ્રોઈનના કિટકેટ એટલે કે, 4.0.3 વર્ઝન અથવા તેથી ઉપરના વર્ઝનવાળા સ્માર્ટફોનમાં વોટ્સએપનો સપોર્ટ મળશે, પરંતુ તેનાથી નીટે વર્ઝનવાળા સ્માર્ટફોન યૂઝર્સ WhatsAppનો વપરાશ કરી શકશે નહી. આ પહેલા પણ કંપનીએ Nokia સેબિયન S60માં 30 જૂન 2017, બ્લેકબૈરી OS અને બ્લેકબૈરી 10માં 31 ડિસેમ્બર 2017, Nokia S40માં 31 ડિસેમ્બર 2018 બાદ વોટ્સએપ સપોર્ટ બંધ કરી દીધો હતો.

રાંધણ ગેસના બદલાશે ભાવ

એક ફેબ્રુઆરીથી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતોમાં બદલાવની અસર ઘરેલૂ બજાર પર થાય છે. દર મહિનાની પહેલી તારીખથી રાંધણ ગેસ સિલિન્ડર અને હવાઇ ઇંધણના ભાવ બદલાશે.

જાન્યુઆરીમાં 19 રૂપિયા વધ્યો હતો રાંધણ ગેસનો ભાવ

નવા વર્ષના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો હતો. ગેસ કંપનીઓએ સબસિડી વિનાના ગેસ સિલિંડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં આ પ્રકારના ઘરેલૂ એલપીજી સિલિંડર હવે 714 રૂપિયાનો થઇ ગયો છે.

ડિસેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વિનાનો ઘરેલૂ ગેસ સિલિંડર (14.2 કિલો) 695 રૂપિયાનો હતો. સતત પાંચમા મહિને રાંધણ ગેસ સિલિંડરના બજાર ભાવમાં વધારો થયો. કંપનીઓ દર મહિને રેટ રિવિઝન કરે છે. જાન્યુઆરી માટે રેટ રિવીઝન બાદ પેટ્રોલિમ કંપનીઓએ સબસિડી વિનાના ઘરેલૂ ગેસ સિલિંડર (14.2 કિલો)ના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો હતો.

બંધ થઇ જશે LICના 23 પ્લાન

ભારતીય જીવન વિમા નિગમ 31 જાન્યુઆરી 2020ના રોજ પોતાની 23 પોલીસીઓ બંધ કરી રહી છે. ભારતીય વિમા નિયામક તથા વિકાસ ઓથોરિટી (IRDAI)એ નવેમ્બર 2019માં જીવન વિમા કંપનીઓએ તે લાઇફ ઇંશ્યોરન્સ અને રાઇડર્સને બંધ કરવા માટે કહ્યું હતું જે નવા પ્રોડક્ટ ગાઇડલાઇન્સના અનુરૂપ ન હતા. આ પહેલાં આ કંપનીઓને આ પ્રોડક્ટને પરત લેવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2019 આપવામાં આવી હતી, જેને 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે. જોકે એલઆઇસીએ ઘણી નવી પોલીસીઓ લોન્ચ કરવાની વાત કહી છે. 

LIC ટૂંક સમયમાં પોતાના 24 પ્લાન્સ બંધ કરવા જઇ રહી છે. જેમાં LIC New Jeevan Anand, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇનઅશ્યોરન્સ રેગ્યુલેટરી બૉડીના નિર્દેશોનું પાલન કરતાં આ પ્લાન્સને 1 ફેબ્રુઆરીથી નવેસરથી લૉન્ચ કરવામાં આવશે. ગ્રાહકોને જુની પોલિસીના લાભ પહેલા જેમ જ મળતા રહેશે. નવી ગાઈડલાઈન લાગુ થવાથી જુની પોલિસીને પ્રીમિયમ અને બેનેફીટ પર કોઈ અસર નહિં થાય.

હડતાળ પર બેન્ક કર્મચારીઓ

ભારતીય સ્ટેટ બેન્કે શુક્રવારે જણાવ્યું છે કે 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળથી તેના સંચાલન પર અસર થઇ શકે છે. બેન્કે જણાવ્યું કે તેણે તમામ ઑફિસ અને બ્રાન્ચને સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવાના શક્ય તમામ ઉપાય કર્યા છે. જણાવી દઇએ કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ હડતાળ બાદ 2 ફેબ્રુઆરીએ રવિવાર હોવાના કારણે બેન્ક સતત 3 દિવસ માટે બંધ રહેશે.

 આગામી 31 જાન્યુઆરીથી બેન્ક યુનિયનોએ બે દિવસની હડતાળની ઘોષણા કરી છે. એટલે કે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી 2020એ હડતાળના કારણે બેન્ક બંધ રહેશે.

સાથે જ બે ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી તે દિવસે પણ તમે બેન્કના કોઇ કામકાજ નહી થાય.આ ઉપરાંત યુનિયને માર્ચના મહિનામાં ત્રણ દિવસ અને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

વ્યાજ દરો સ્થિર રાખી શકે છે આરબીઆઇ

ભારતીય રિઝર્વ બેન્કની આગામી સમીક્ષા બેઠક 6 ફેબ્રુઆરીએ છે. છૂટક મોંઘવારીના આંકડાના પગલે આરબીઆઇએ પોતાની આગામી મૌદ્રિક નીતી સમીક્ષાના પ્રમુખ નીતિગત (રેપો) દરોમાં કોઇ બદલાવ ન કરવા મજબૂર થઇ શકે છે. ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 7.35 ટકા રહ્યો છે અને જાન્યુઆરીમાં તે 8 ટકાના સ્તરથી વધુ હોઇ શકે છે.

તેના સંદર્ભમાં એસબીઆઇ રિસર્ચ રિપોર્ટ, ‘ઇકોરેપ’માં કહેવામાં આવ્યું કે, આરબીઆઇએ ડિસેમ્બરમાં પણ રેપો દરમાં કોઇ બદલાવ કર્યો ન હતો. જ્યારે ક્ટોબરમાં છૂટક મોંઘવારી 4.62 ટકા રહી હતી. હવે ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી ખાસી વધી ગઇ છે અને જાન્યુરીમાં તેના આઠ ટકાથી ઉપર જવાનો અનુમાન છે. તેવામાં આરબીઆઇ આગામી મૌદ્રિક નીતિમાં દરે સ્થિર રાખી શકે છે.

Read Also

Related posts

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!