GSTV

દુબઈ જવા માટે બદલાયા નિયમો, ખિસ્સામાં ઓછામાં ઓછા જોઈશે આટલા રૂપિયા નહીં તો પગ પણ નહીં મૂકી શકો

દુબઇ જઇ રહેલા પ્રવાસીઓ પાસે ઓછામાં ઓછા બે હજાર દિરહમ (અંદાજે રૃપિયા ૪૦ હજાર) નહીં હોય તો તેમને દુબઇની ધરતી પર પગ મૂક્યા વિના જ પરત ફરવું પડી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે તાજેતરમાં દુબઇ ઓથોરિટીએ બે હજાર દિરહામ ફરજિયાત સાથે રાખવાના અમલી કરાયેલા નવા નિયમનો લઇ ભારતીય મુસાફરોમાં ડિપોર્ટ થવાની સંખ્યા વધી રહી છે. જેના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

બે હજાર દિરહામ સાથે કેશ રાખવા ફરજીયાત

દુબઇ ઓથોરિટીએ તાકીદે લાગુ કરેલા નવા નિયમમાં હવે ભારત દેશના કોઇપણ ખુણામાંથી દુબઇ જનાર મુસાફર પોતાની પાસે બે હજાર દિરહામ કેશ સાથે રાખશે તો જ ઇમિગ્રેશન વિભાગ તેમને ક્લીયર કરશે નહીંતર તેમને ભારત પરત આવવુ પડશે. દુબઇની લોકલ કરન્સી સાથે રાખવાના નવા નિમયને લઇ જે ભારતીય મુસાફરોને માલુમ નથી તેઓ પરત પોતાના વતન ફરી રહ્યા છે જેની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા લાગુ કરેલા નિયમને લઇ પગલે જેમની પાસે બે હજાર દિરહામ નથી તો તેવા ૧૦૦થી વધુ મુસાફરો પરત આવી ગયા છે. જેમાં અમદાવાદ અને મુંબઇ એરપોર્ટનો સમાવેશ થાય છે. સૌથી વધુ રાજસ્થાનમાં વસતા મુસાફરોની છે. આમ, કોરોનામાં ચાલી રહેલી મહામંદીને પગલે ધંધા-રોજગાર ન હોવાથી આથક તંગીની અસર વર્તાઇ રહી છે. આવામાં બે હજાર રોકડ દિરહામ સાથે ન હોય તો ડિપોર્ટ થવાથી એરલાઇનની ઊંચા ફેરમાં લીધેલી ટિકિટ માથે પડે છે. નવેસરથી નાણા ખર્ચીને ટિકિટ ઇસ્યુ કરવાની નોબત આવે છે.

100 વધુ મુસાફરોને પરત મોકલાયા

ડિપોર્ટ થનાર મુસાફરો જણાવી રહ્યા છે કે ‘દુબઇમાં ઘણી જગ્યાએ ભારતીય ચલણ પણ માન્ય હોવાથી મુસાફરો લઇને જતા હોય છે. અથવા તો ત્યાં ભારતીય કરન્સી બદલાવીને દિરહામ લેતા હોય છે. બીજું કે કેટલાક મુસાફરો દુબઇ જાય ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કાર્ડથી પેમેન્ટ કરતા હોય છે પરંતુ દુબઇ ઓથોરિટીએ પોતાના અર્થતંત્રને મજબુત કરવા અને ચલણ ફરતુ રહે તે માટે ભારતીય મુસાફરોને દિરહામ ફરજિયાત સાથે રાખવાનો નિયમ લાગુ કર્યા છે. જો રોકડ દિરહામ પોતાની પાસે હશે તો મુસાફરો ખર્ચ અવશ્ય કરશે તેવા આગ્રહથી પણ ઓથોરિટીએ આ નવીન વિચાર શૈલીથી પણ નિયમ લાગુ કર્યો હોય તો નવાઇ નહી. ‘

વિદેશથી ગેરકાયદે આવતા મુસાફરોની એસઓજી દ્વારા તપાસ થશે

વિદેશમાં ગેરકાયદે વસવાટ કરી ઘણાય મુસાફરો વર્ષે દહાડે ભારત પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે આવતા મુસાફરોને અત્યાર સુધી ઇમિગ્રેશન વિભાગ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપવામાં આવતી હતી પરંતુ હવે આ તપાસ પોલિસ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપ (એસઓજી) દ્વારા કરવામાં આવશે.

Related posts

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada

Reliance Jio એ લોન્ચ કર્યુ મોબાઈલ વેબ, જાણો યુઝર્સને શું મળશે ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!