GSTV
Gujarat Government Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બદલાઈ ગાઈડલાઈન, આ ભંગ ન કરતાં નહીં તો પોલીસ કરશે ધરપકડ

Last Updated on October 17, 2020 by Mansi Patel

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને ”No Drone Zone” તરીકે જાહેર કરાયો છે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યુ છે.

નો ડ્રોન ઝોન જાહેર કરાયો

જે મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973 (1974 નો બીજો અધિનિયમ) ની કલમ-144 અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર (1) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને (2) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને “”No Drone Zone” જાહેર કરાયો છે.

આ વિસ્તારમાં ડ્રોન ઓપરેટ કરવાની મનાઈ છે

આ વિસ્તારમાં રિમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવાઈ છે. આ જાહેરનામાની અમલવારી 16 ઓક્ટોબરથી શરૂ થશે. તો 14 ડિસેમ્બર સુધી તેનો અમલ ચાલુ રહેશે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર એલર્ટ / અમદાવાદમાં બાળકોનો કરાયો સર્વે, હાઈ રિસ્કવાળા બાળકોનો ચોંકાવનારો આંક

Dhruv Brahmbhatt

શ્રેયાર્થ યુનિવર્સિટી: ધોરણ 10 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન વેબિનારનું રવિવારે આયોજન, મળશે કારકિર્દી ઘડતરની ટિપ્સ

pratik shah

સરકારી એક્શનની અસર દેખાઈ: માલ્યા, મોદી અને ચોકસીની 9371 કરોડની સંપત્તિ બેંકોને ટ્રાંસફર કરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!