GSTV

આધાર કાર્ડમાં ઘરે બેઠા ઑનલાઇન બદલો તમારુ એડ્રેસ, આટલી સરળ છે પ્રોસેસ

આધાર

Last Updated on August 26, 2020 by pratik shah

આધાર કાર્ડ અનેક મહત્વના કામમાં અગત્યનો દસ્તાવેજ છે. તેથી આધાર પર સાચુ સરનામુ હોવુ ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર ભૂલથી આધાર પર ખોટુ એડ્રેસ છપાઇ જાય છે. તેવામાં ઘરનું સરનામુ બદલવા પર પણ એડ્રેસ ચેન્જ કરવાની જરૂર પડે છે. જેના કારણે લોકો પરેશાન થઇ જાય છે કે એડ્રેસ ચેન્જ કેવી રીતે કરાવવું.

તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે હવે તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી શકો છો. તમે ઓનલાઇન માધ્યમ દ્વારા આધાર કાર્ડમાં નવુ એડ્રેસ અપડેટ કરી શકો છો. UIDAI કાર્ડ ધારકોને આ સુવિધા પૂરી પાડે છે. તેના માટે તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર હોવો જોઇએ. ચાલો તમને જણાવીએ કે શું છે પ્રોસેસ…

આ રીતે ઑનલાઇન ચેન્જ કરો આધાર કાર્ડમાં એડ્રેસ

આધારકાર્ડ ધારકે સૌપ્રથમ UIDAIની ઑફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર વિઝિટ કરવાનું છે.

કાર્ડધારકને તે બાદ My Adhaar ટેબ મળશે. ડ્રોપડાઉનના બીજાટેબમાં Update Your Aadhaarમાં જઇને તેના ડ્રોપડાઉનમાં ત્રીજો વિકલ્પ Update Your Address Online પર ક્લિક કરો.

એક નવુ પેજ ઓપન થશે, અહીં Proceed to update address ટેબ પર ક્લિક કરો.

હવે ખુલેલા નવા પેજ પર તમારે આધાર નંબર, કેપ્ચા વેરિફિકેશન નાંખીને નીચે Send OTPના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

આધાર રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર તમને એક OTP મળશે, OTP નાંખો અને લૉગ ઇન પર ક્લિક કરવાનું છે. તમારે Update address via address proofનો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે.

આ ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ તમારુ નવુ એડ્રેસ રજીસ્ટર કરવાનું છે.

માગવામાં આવેલા ડોક્યુમેન્ટનો કલર ફોટો ક્લિક કરીને અથવા સ્કેન કર્યા બાદ તમારે અપલોડ કરવાના છે. હવે તમારે આગળની પ્રક્રિયા પૂરી કરવાની છે.

આધાર અપડેટ કરવાની અરજીનું વેરિફિકેશન કરવામાં આવશે. જો તમારા તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તમારા આધાર કાર્ડમાં નવુ એડ્રેસ અપડેટ થઇ જશે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!