જો પેટમાં ગેસ બને છે તો ભૂલમાંથી પણ આ ત્રણ કામ ના કરતા

બદલાતી જીવનશૈલી અને કામના ચક્કરમાં લોકો પોતાના આરોગ્યને નજરઅંદાજ કરે છે. લગભગ 70 ટકા લોકો પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છે. જેને કારણે તેઓ પેટનો દુ:ખાવો અથવા માથાનો દુ:ખાવો પછી મનમાં ભાર લાગવો જેવી સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે આ બધી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો ગરમ પાણીમાં હીંગ, અજમો અને કાળું મીઠુ મિલાવીને પીવે છે. આ ઘરગથ્થુ ઉપચારથી પરેશાની તે સમયે ઉકેલાઇ જાય છે, પરંતુ જો તમે તેનો કાયમી ઉપચાર કરવા માંગતા હોય તો તમારે તમારી થોડી આદતને બદલવી પડશે.

ઘરનું ખાવાનુ ખાવો

જો તમે કોઈ કારણોસર બહારનુ ખાવાનુ ખાવા માટે મજબૂર છો તો પ્રયત્ન કરો કે મસાલાવાળું ફૂડ ઓછામાં ઓછુ ખાવું. વધુ સ્પાઇસી ખાવુ નહીં. કારણકે સૌપ્રથમ બહારનો આહાર પૌષ્ટિક હોતો નથી અને બહારના ભોજનમાં સાફ-સફાઇ પણ હોતી નથી. આ સિવાય તેને પકવવા માટે જે તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે તેને પચાવવામાં મુશ્કેલી અનુભવાય છે. કબજીયાતના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. તેથી હવે જ્યારે તમારે બહારનું ખાવાનુ થાય તો પ્રયત્ન કરો કે લાઇટ ફૂડ આરોગો.

દવાઓ

જો તમે કોઈ પરેશાનીને કારણે એન્ટીબાયોટિક દવાઓ લઇ રહ્યો છો તો જણાવી દઇએ કે તેનાથી પેટમાં ગેસ બનવાની સમસ્યા થાય છે. ખરેખર, આ દવાઓ ખાવાથી પેટની પાચનશક્તિ નાદુરસ્ત રાખનારા ‘ગુડ બેક્ટેરીયા’ની માત્રા ઘટી જાય છે, જેને કારણે જમવાનું પચતુ નથી અને ગેસની સમસ્યા સતાવવા લાગે છે. જો તમારું પેટ કોઈ પણ કારણોસર સાફ થતુ નથી તો તેનાથી ગેસ્ટ્રિકની સમસ્યા થવી નક્કી છે. એવામાં તમારે પોતાના તબીબની સલાહ લેવી જોઇએ, કારણકે તેનાથી તમારી પરેશાની દૂર થાય.

ખાવાનું ચાવીને ખાઓ

ઘણા એવા લોકો હોય છે, જે ફૂડ યોગ્ય રીતે ચાવતા નથી અને સીધા ચાવ્યા વગર ગળી જાય છે. આ યોગ્ય નથી. તેનાથી આપણા શરીરને ખાવાનું પચાવવામાં ઘણી મુશ્કેલી થાય છે. એવામાં પેટમાં ગેસ બનવાનું શરૂ થાય છે. તેથી આજે એક વાત નક્કી કરી લો કે જ્યારે પણ કઈ ખાવાનુ ખાઓ ત્યારે તેને ચાવીને ખાવુ. ભોજન જમવામાં ક્યારેય પણ ઉતાવળ કરવી નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter