GSTV

WhatsApp માં નવો નંબર આ રીતે કરો અપડેટ! અહીંયા જાણો સરળ ટ્રીક

વર્તમાન સ્માર્ટફોનમાં સૌથી જરૂરિ એપ્લીકેશન વોટ્સએપ છે. લોકો કોમ્યુનિકેશન માટે WhatsAppનો સૌથી વધુ વપરાશ કરે છે, પરંતુ ઘણી વખત ફોન નંબર ચેન્જ કરી દેતા હોય છે અને પોતાના WhatsApp નંબર પણ બદલવા માગે છે. જોકે, તમને જણાવી દઈએ કે, ફોન નંબર બદલ્યા બાદ પણ જૂના નંબર પર WhatsApp ચલાવી શકે છે, પરંતુ જો તમે નવા નંબર પર WhatsApp સ્વિચ કરવા માગો છો તો કોઈ કારણથી વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવા માગો છો તો સિંપલ સ્ટેપ્સથી પણ આ કામ થઈ શકે છે.

WhatsApp નંબર કેવી રીતે ચેન્જ કરવા

  • વોટ્સએપની સેટિંગ્સમાં જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો
  • ત્યારબાદ ચેન્જ નંબર પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારે જૂન નંબર નાખવો છે અને પોતના નવા નંબર જેના પર તમને વોટ્સએપ સ્વિચ કરવાનું છે.
  • નંબર ચેન્જ કરતા પહેલા તમારે એ ધ્યાન રાખવાનું છે કે, નવો નંબર એક્ટિવ થઈ જાય અને તે નંબર પર કોલ અથવા મેસેજ આવી રહ્યા છે.
  • ત્યારબાદ નોટિફાઈ કોન્ટેક્ટ્સવાળા ઓપ્શનને એનેબલ કરી દો.
  • ત્યારબાદ પણ વોટ્સએપ ગૃપ અને તમારા વોટ્સએપ કોન્ટેક્ટમાં નવા નંબરનું નોટિફિકેશન ચાલ્યુ જશે. તમે ઈચ્છો તો ખુદ પણ પોતાના કોન્ટેક્ટ્સને નવા નંબર વિશે ઈંફોર્મ કરી શકો છો.
  • ફોન નંબર ચેન્જ કરવાનો એક ઓપ્શન તમારે ડિલીટ માય એકાઉન્ટમાં પણ દેખાશે. જ્યારે તમે સેટિંગ્સમાં ડિલીટ માઈ એકાઉન્ટમાં જશો તો ત્યાં ડિલીટ માઈ એકાઉન્ટની જગ્યાએ ચેન્જ યોર નંબરના ઓપ્શન પર ક્લિક કરી શકો છો અને તમારો નંબર ચેન્જ થઈ જશે.

WhatsApp નંબરને કેવી રીતે ડિલીટ કરવું

જો તમારુ એકથી વધારે નંબર પર વોટ્સએપ ચાલે છે અથવા કોઈ કારણથી વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવા માગો છો તો તે માટે સિમ્પલથી સ્ટેપ્સ છે. ઘણી વખત લોકો કેટલાક દિવસનું વોટ્સએપથી બ્રેક લેતા હોય છે અને તે માટે વોટ્સએપ ડિલીટ કરી દેતા હોય છે. સામાન્ય તો વોટ્સએપ ડિલીટ કરવાનો એક સરળ ઉપાય છે કે, તે એપને સીધી ડિલીટ કરી દો.

  • WhatsAppની સેટિંગમાં જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ડિલીટ માઈ એકાઉન્ટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે પોતાનું વોટ્સએપવાળો ફોન નંબર નાખવાનો રહેશે.
  • ફરી ડિલીટ માઈ એકાઉન્ટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા વોટ્સએપ એકાઉન્ટની ઈંફોર્મેશન અને પ્રોફાઈલ પિક્ચર ડિલીટ થઈ જશે. તમારુ વોટ્સએપ બધા ગૃપથી ડિલીટ થઈ જશે. તમારા ફોનથી વોટ્સએપના મેસેજની હિસ્ટ્રી પણ ડિલીટ થઈ જશે.

READ ALSO

Related posts

દિવાળી પર બોનસની લ્હાણીઃ રેલવે, પોસ્ટથી લઈને EPFO સુધી, જાણો ક્યા કર્મચારીને મળશે કેટલું બોનસ

Karan

VIDEO: ‘દીયા ઔર બાતી હમ’ ફેમ દિપીકા સિંહે ‘છોગાળા તારા’ ગીત પર રમી રહી છે દાંડિયા

Pravin Makwana

અમદાવાદ મહાનગરપાલિકાએ હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે કર્યો શરૂ, થોડા દિવસોમાં જ જાહેરાત થશે રિપોર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!