GSTV

નોકરી કરતા કર્મચારીઓને મળી શકે છે મોટી રાહત, પેન્શન સંબંધિત નિયમોમાં થશે ફેરફાર

pf

નોકરી કરતા કર્મચારીઓ માટે (EPFO) આગામી 24 કલાકમાં મોટી જાહેરાત કરી શકે છે. EPFO ટૂંક સમયમાં જ પેંશનર્સને મોટી રાહત આપી શકે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, PF સાથે કપાતું પેન્શન હવે એડવાન્સમાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં આ સુવિધા સરકારી કર્મચારીઓ પાસે હતી. પણ હવે પ્રાઈવેટ કર્મચારીઓને પણ આ સુવિધા મળી શકે છે. આ નિર્ણયથી હાલમાં તો 6.5 લાખ લોકોને ફાયદો થશે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, શ્રમ મંત્રાલય પેન્શન સ્કિમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે સંબંધિત નોટિફિકેશન આજે સાંજ અથવા તો આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, આપ જે જગ્યાએ નોકરી કરો છો, ત્યાં દરમહિને તમારા પગારમાંથી PF કપાય છે, જે EPFOમાં જમા થાય છે. PFમાં તમારી સેલેરીના 12 ટકા હિસ્સો હોય છે. 12 ટકા કંપની તરફથી આપવામાં આવે છે. કંપની જે યોગદાન આપે છે, તેમાં 8.33 ટકા પેન્શનમાં જાય છે અને બાકી 3.67 ટકા EPFમાં નાખવામાં આવે છે.

આ ફેરફારથી શું થશે

જો કોઈ વ્યક્તિ નિવૃત થાય છે અથવા તો થવાના છે, તો તેની પાસે વિકલ્પ હોય છે કે, તે પોતાનું પેન્શનના કુલ જમા રકમમાંથી 40 ટકા એડવાન્સમાં લઈ શકે છે. પેંન્શર્સ આગામી 10 વર્ષ માટે એડવાન્સ પેન્શન લેશે એટલે કે માસિક પેંન્શનના 40 ટકા 10 વર્ષ માટે એડવાન્સમાં લઈ શકશે.

પૈસા ક્યારે મળે છે, આવો જાણીએ

  • 1-PF ખાતાની રકમ કોઈ પણ કર્મચારી એક નિશ્ચિત સમય બાદ નિકાળી શકે છે. પણ પેન્શનની રકમ ઉપાડવા માટે કડક નિયમ છે, કેમ કે, તે અલગ અલગ સ્થિતીમાં આપવામાં આવે છે.
  • 2- જે નોકરીના 6 મહિનાથી વધુ અને 9 વર્ષ અને 6 મહિનાથી ઓછા હોય તો, ફોર્મ 19 અને 10 C જમા કરાવી PFની સાથે પેન્શન પણ ઉપાડી શકો છો. પણ તેના માટે તમારે મેન્યૂઅલ રીતે PF ઓફિસમાં અરજી કરવી પડશે.
  • 3-ઓનલાઈન પ્રોસેસથી હજૂ પેન્શન ફંડ ઉપાડની સુવિધા શરૂ થઈ નથી. ફોર્મ ભર્યા બાદ તેને એમ્પ્લોયર EPFOની ઓફિસમાં જમા કરવાનું થશે.
  • 4- જો તમે પ્રોવિડેંટ ફંડને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરો છો, તો તમારી પાસે ગમે તેટલી સર્વિસ હિસ્ટ્રી હોય, તમે પેન્શનની રકમ ક્યારે ઉપાડી શકશો નહીં.
  • 5- જેનો અર્થ એ છે કે, તમે અલગ અલગ જગ્યાએ નોકરી કરો અને તમારી સર્વિસ હિસ્ટ્રી ભલે 10 વર્ષની હોય પણ તમે પેન્શનના હકદાર નથી. જે 58 વર્ષની ઉંમરે જ તમે માસિક પેન્શનનું અમુક વેતનનો જ ભાગ મળશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!