GSTV
Home » News » રણબીરના કારણે કેટરિનાએ બદલાવ્યુ તેની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ

રણબીરના કારણે કેટરિનાએ બદલાવ્યુ તેની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ

શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા આનંદ એલ.રાયની ફિલ્મમાં જોવા મળશે. ‘કેટરિના મેરી જાન’માં કેટરિના પોતે જ પોતાનું કેરેક્ટર પ્લે કરી રહી છે, જ્યારે શાહરૂખ ખાન તેના મોટા ફેનનો રૉલ પ્લે કરી રહ્યો છે. સૂત્રોનુસાર કેટરિનાએ આ ફિલ્મનું નામ બદલવા માટે ડિરેક્ટર આનંદ એલ.રાય સાથે વાત કરી છે.

કેટરિનાએ ફિલ્મનું નામ બદલવા માટે એટલે કહ્યુ કેમેક, ”હું ફિલ્મમાં એક એક્ટર છું પણ પોતાનું પાત્ર નથી ભજવી રહી. હું ફિલ્મમાં કેટરીના કૈફ નથી, ફિલ્મમાં મારું નામ અલગ છે એટલે ફિલ્મનું નામ ‘કેટરીના મેરી જાન’ તો હોઈ જ ન શકે.” જ્યારે સૂત્રોનું કહેવું છે કે, ”ફિલ્મની સ્ટોરી કેટરીનાને જ કેટરીનાના ધ્યાનમાં રાખીને અને શાહરુખને તેના બહુ મોટા ફેન તરીકે ધ્યાનમાં લઈને જ લખવામાં આવી હતી. કેટરીના ફિલ્મનું નામ એટલા માટે બદલવા માગે છે કે લોકોને એવું ન લાગે કે, ફિલ્મ તેના જીવન પર આધારિત છે.”

સૂત્રોનુસાર, ફિલ્મ બતાવવામાં આવ્યુ છે કે કેરટિનાનું પોતાના બૉયફ્રેન્ડની સાથે બ્રેકઅપ થઇ જાય છે. તાજેતરમાં કેટરિનાનું રણબીર કપૂરની સાથે બ્રેકઅપ થયુ છે. એવું લાગી રહ્યુ છે કે ફિલ્મ સંપૂર્ણ રીતે કેટરિનાની જિંદગી પર આધારિત છે. એટલા માટે કેટરિના ફિલ્મનું નામ બદલવાની વાત કરી રહી છે.

Related posts

મધુબાલાના જીવન પર બનવા જઈ રહી છે બાયોપિક, આ અભિનેત્રી નિભાવશે ભુમિકા

Arohi

ચિલ્ડ્રન ડેના દિવસે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર બાળપણનો ફોટો કર્યો શેર, લખ્યું ખાસ કેપ્શન

Dharika Jansari

આમીર ખાનની લાડલીની બોલ્ડ અદાઓએ મચાવ્યો તહેલકો, હૉટ ડ્રેસમાં લાગી રહી છે કાતિલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!