આધાર કાર્ડને જીવનનો આધાર કહેવું ઘણા માયનામાં સાચુ કહેવામાં આવે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તેમાં કોઈ ગરબડી છે તો તમારા ઘણા કામ રોકાઈ જશે. એવું ઘણી વખત જોવામાં આવે છે કે, ભૂલથી આધાર કાર્ડમાં કોઈના નામનો અક્ષર છુટી જાય છે અથવા કોઈનું સરનામું ખોટુ છપાઈ જાય છે. આ નાની એવી ભૂલના કારણે ઘણા મોટા કામ રોકાઈ જાય છે.

નામ અને એડ્રેસ બદલી શકો છો
તે સિવાય ઘણી વખત જોવામાં આવે છે કે, લગ્ન બાદ મહિલાઓને સરનેમ અને રહેવાની જગ્યા બદલાઈ જાય છે. ક્યારેક-ક્યારેક તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી જાય છે. એવામાં તે મહિલાઓ માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું નિતાંત જરૂરી થઈ જાય છે. આધાર કાર્ડમાં સરનેમ ચેન્જ કરવા અથવા એડ્રેસ બદલવા માટે તો તમારે પ્રજ્ઞા કેન્દ્ર દોડવું અથવા આધાર કેન્દ્ર પર કલાક સુધી લાઈનમાં લગાવવા સિવાય કોઈ ઉપાય હોતા નથી, પરંતુ હવે પ્રજ્ઞા કેન્દ્ર દોડ લગાવવા અથવા આધાર કેન્દ્ર પર કલાકો સુધી લાઈન લગાવવી જાણે જૂની વાતો થઈ ગઈ છે. હવે તમે ઘર બેઠા મોબાઈલછી પણ આધાર કાર્ડમાં પોતાનું નામ, એડ્રેસ અપડેટ કરી શકો છો. કેટલાક સરળ સ્ટેપ્સ કરી તમે પોતાના આધારમાં પોતાનું નામ અને એડ્રેસ બદલી શકો છો.
આધારમાં નામ અને એડ્રેસ બદલવાની રીત
- સૌ પ્રથમ આધારની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જાવ.
- હવે પોતાના આધાર નંબરને દાખલ કરો અને લોગ ઈન કરો.
- ત્યારબાદ આપવામાં આવેલ ફોર્મેટમાં પોતાનું નામ અને સરનેમ રિક્વેસ્ટવાળા કોલમમાં ભરો.
- હવે પોતાના જરૂરિ દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટેડ કોપી અપલોડ કરો.
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- OTP નંબરને આવેલ ઓપ્શનમાં ભરો.
- હવે તમારે તે સેક્શનને પસંદ કરવાનો છે, જેમાં તમે ફેરફાર કરવા માગો છો.
- ધ્યાન રાખો કે, નામને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવું જોઈએ. આઈડી પ્રૂફ તરીકે તમે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ અથવા રાશન કાર્ડ અપલોડ કરી શકો છો.
- બધી માહિતી ભર્યા બાદ તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે અને તેને તમારે વેરિફાઈ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ ચેન્જ કરી દેવાનું છે.

જણાવી દઈએ કે, આધારને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવુ જરૂરી છે. આઈડી પ્રૂફ તરીકે તમે પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, રાશન કાર્ડ અપલોડ કરી શકો છો.
READ ALSO
- ગુર્જર સમાજમાં ભગવાન દેવનારાયણની શું છે આસ્થા, કેમ જઈ રહયા છે PM મોદી?
- બોણીના પણ ફાંફા / દિલ્હી દરવાજા વિસ્તારના ફટાકડા બજારમાં ઘરાકની રાહ જોઈને બેસી રહેતા દુકાનદારો, લગ્નગાળો છતાં મંદીનો માહોલ
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ