GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ વધતા કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂના સમયમાં થશે ફેરફાર? જાણી લો લાગી શકે છે કેવા નિયંત્રણો

Night-curfew

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. પરંતુ રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાને લઈ નિયંત્રણો વધુ કડક કરી રહી છે. 7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે રાત્રી કર્ફ્યુ સહિત નવી ગાઈડ જાહેર થઈ શકે છે.

કોરોના

સૂત્રોની માહિતી મુજબ રાત્રી કર્ફ્યુમાં એક કલાકનો વધારો થઈ શકે છે. રાત્રે 10ને બદલે 9 વાગ્યાથી કર્ફ્યનો અમલ થાય તેવી જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે પાછલા વર્ષે કોરોનાની બીજી લહેર આવી ત્યારે રાજ્યમાં દૈનિક કેસ 2,000 ઉપર આવતાં જ સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો લાદી દીધો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 10,019 નવા કેસ

ગુજરાતમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા હતા. ગુરુવારે 11 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે આજે આંશિક રાહત મળી છે. જ્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 10,019 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3090 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2986 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 1274 કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં 296 કેસો નોંધાયા છે. તો આજ રોજ 2 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. 4831 દર્દીઓ રિકવર થયાં છે.

કોરોના

રાજ્યમાં કુલ 55,798 એક્ટિવ કેસો થઈ ગયા છે. તો 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ 55,744 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે 8,40,971 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,144 એ પહોંચ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસોની વિગતો આપવામાં નથી આવતી

દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનની વિગતો આપવામાં આવતી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓમિક્રોનના કેસોની વિગત આપવામાં આવી રહી નથી

Read Also

Related posts

કેજરીવાલે ભરાવ્યા/ ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાક દબાવશે આંદોલનો, પોલીસનું પેકેજ સરકારને ભારે પડશે

Zainul Ansari

વાહ રે ભૂપેન્દ્ર પટેલ સરકાર : સસ્તી વીજળી પેદા કરશે તો માનિતા બિઝનેસમેનો કઈ રીતે કમાશે

Zainul Ansari

ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ

Zainul Ansari
GSTV