GSTV
Gujarat Government Advertisement

1 વર્ષથી સાઉદી અરબમાં ફસાયેલા આ ગુજરાતી ઘરે આવતા પરિવારમાં ખુશીનો માહોલ

Last Updated on February 17, 2020 by

સાઉદી આરબના રિયાધમાં 1 વર્ષથી ફસાયેલા ભારતીયોમાથી નવસારીના આંતલિયા ગામના ચંદુભાઈ લાડ સાઉદી આરબની સરકારની સ્કીમને કારણે વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળયો હતો. નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા ચન્દુભાઇ લાડ 33 વર્ષોથી સાઉદી આરબની કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતા હતા. ગત ડિસેમ્બરમાં ચન્દુભાઇ પરત કંપનીમાં ગયા, પણ કંપનીએ તેમની વર્ક પરમીટ રિન્યુ ન કરાવતા કંપનીમાં અન્ય કામદારો સાથે ફસાયા હતા.

ભારતીય દુતાવાસનો સંપર્ક કરતા કોઇ યોગ્ય મદદ મળી ન હતી. ત્યારબાદ સ્થાનિક મંત્રાલયમાં વાત કરતા તેમણે મદદનો હાથ લંબાવ્યો હતો. સાથે જ સરકારની સ્કીમને આધારે કંપનીમાં ફસાયેલા 77 ભારતીયોમાંથી પ્રથમ 20 ભારતીયોમાં ચન્દુભાઇ લાડ પણ વતન પરત ફર્યા છે. જ્યારે નવસારીના રૂમલાના સુરેશભાઇ આવતા શનિવારે ભારત આવે એવી શક્યતા સેવી હતી.

ઉલ્લેખનિય છે કે ચંદુભાઈએ રિયાધમાં કંપનીમાં કામ કરતા તેમનો 10 મહિનાનો પગાર અને બાકી અન્ય ભથ્થાઓ મળી 2.37 લાખ રિયલ એટલે ભારતીય ચલણમાં અંદાજે 45 લાખ રૂપિયા લેવાના નિકળતા હતા. વતન પરત ફરવા પૂર્વે ભારતીય દુતાવાસે રૂપિયા ભુલી જવા કહ્યુ હતુ, પણ સ્થાનિક મંત્રાલયની મદદથી ચંદુભાઈએ સાઉદીના વકીલ મારફતે કંપની સામે કેસ કર્યો છે. જેમા તેમની મહેનતના રૂપિયા પરત મળશે એવી આશા સેવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!