GSTV
Home » News » નાસાનું ઓર્બિટર મોકલશે વિક્રમ લેન્ડરનાં ફોટો, ઈસરોને જાગી આશા

નાસાનું ઓર્બિટર મોકલશે વિક્રમ લેન્ડરનાં ફોટો, ઈસરોને જાગી આશા

ઈસરોનાં ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરની શોધ લગાવવા માટે અમેરિકન અંતરિક્ષ સ્પેસ એજન્સી નાસા પણ મદદ કરી રહી છે. તેના માટે નાસાનું ઓર્બિટર મંગળવારે ચંદ્રમાવી સપાટી પર તે જગ્યાએ ઉડાન ભરશે. જ્યાં વિક્રમે લેન્ડિંગ કર્યુ હતુ. આ ઓર્બિટર લેન્ડિંગ સાઈટનાં ફોટા પણ મોકલવામાં કામયાબ થઈ શકે છે. તેનાથી વિક્રમ લેન્ડરથી સંપર્ક કરવામાં સફળતા મળી શકે છે. વિક્રમ લેન્ડર વશે ઈસરો પણ ભાળ મેળવી રહી છે. અને તેને સંપર્ક કરવાનાં સતત પ્રયાસ કરી રહી છે. જોકે, હજી સુધી ઈસરોએ વિક્રમ લેન્ડરનો કોઈ ફોટો રજૂ કર્યો નથી.

ઉલ્લેખનીય છેકે, વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યુ હતુ, જેને કારણે તેનો અમુક હિસ્સો પ્રભાવિત થયો છે. નાસાનાં ઓર્બિટરમાં લાગેલાં હાઈ રિઝોલ્યૂશન કેમેરાએ પાછલા દિવસોમાં અપોલો 11ની લેન્ડિંગ સાઈટના ફોટા મોકલ્યા હતા. આ ફોટા ઘણા સ્પષ્ટ હતા અને 40 વર્ષ પહેલાં ચંદ્ર પર મનુષ્યની લેન્ડિંગના ફૂટપ્રિંટસ પણ દેખાતા હતા. હાલમાં જ આ વર્ષે ક્રેશ થયેલાં ઈઝરાયેલનાં સ્પેસક્રાફ્ટના ફોટા પણ નાસાનાં ઓર્બિટરે જાહેર કર્યા હતા.

નાસાનું ઓર્બિટર 17 સપ્ટેમ્બર એટલેકે મંગળવારે વિક્રમની લેન્ડિંગ સાઈટની ઉપરથી પસાર થશે. નાસાની નીતિ મુજબ, તેના ઓર્બિટરનો ડેટા સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય છે. ઓર્બિટન વિક્રમ લેન્ડરની સાઈટ ઉપરથી પસાર થશે તો ફોટા મોકલશે.

READ ALSO

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

આ ભારતીય એપનાં ફાઉન્ડર વિજયશેખરની એક દિવસની કમાણી, જાણશો તો ઉડશે હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!