ચંદ્રયાન-3નું લોન્ચિંગ હવે 2021ના સ્થાને 2022માં થવાની શક્યતા છે. ઈસરોના ચીફ કે.સિવને આ અંગે માહિતી આપી હતી. ઈસરો ચીફે ચંદ્રયાન-3ના લોન્ચિંગ પાછળ મોડું થવાનું કારણ પણ જણાવ્યું.

ચંદ્રયાન-3 એ મોટાભાગે ચંદ્રયાન-2 જેવું જ હશે
કે. સીવને જણાવ્યું કે,‘કોરોનાને કારણે લૉકડાઉન લાગ્યા બાદ ચંદ્રયાન-3 અને દેશના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન સહિત ઈસરોના ઘણા પ્રોજેક્ટને અસર થઈ છે. ચંદ્રયાન-3 એ મોટાભાગે ચંદ્રયાન-2 જેવું જ હશે. તેમાં કોઈ ઓર્બિટર નહીં હોય. જે ઓર્બિટર ચંદ્રયાન-2માં હતું, તેનો ઉપયોગ જ ચંદ્રયાન-3 માટે પણ કરાશે.
ચંદ્રના દક્ષિણી ધ્રૂવ ક્ષેત્ર પર રોવર ઉતારવા મોકલવામા આવ્યું હતું
અમે તેની પર કામ કરી રહ્યાં છીએ. આ માટે એક સિસ્ટમ બનાવી રહ્યાં છે અને આગામી વર્ષે 2022માં તેને લૉન્ચ કરીશું.’ ચંદ્રયાન-2ને 22 જુલાઈ 2019ના લૉન્ચ કરવામા આવ્યું હતું. તેને ચંદ્રના દક્ષિણી ધ્રૂવ ક્ષેત્ર પર રોવર ઉતારવા મોકલવામા આવ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Post Officeની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ, પીએમ મોદી પણ લઇ રહ્યા છે લાભ
- જૂનાગઢ: ભવનાથમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સાધુ – સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ
- જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ