GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ચંદ્રયાન-2એ દેશવાસીઓને વૈજ્ઞાનિકોના પડખે ઉભા રાખવાનું કામ કર્યુ, મિશન મૂન એક્તામાં અનેકતાનું પ્રતિક

ઇસરોના ચંદ્ર યાનના લેન્ડર વિક્રમના સંપર્ક તૂટયા બાદ મધરાત બાદ ઇસરોના દરેક વૈજ્ઞાનિકના મો પર નિરાશા વર્તાતી હતી. આ નિરાશા દેશવાસીઓને પણ ઘરે બેઠા ટીવી પરથી અનુભવી હતી. લોકો ભલે આને નિરાશા ગણતા હોય પણ આ એક ઘટનાએ દેશવાસીઓને એક સાથે ઉભા કરી વૈજ્ઞાનિકોના પડખે કરવાનુ પણ કામ કર્યુ.

ભારત દેશની એકતા જે આપણે હર હંમેશ જોઇ છે અને તે વાત જયારે આપણ કરી જ રહ્યા છીએ ત્યારે આવી જ એકજૂટતા અવકાશના મિશનમાં પણ જોવા મળી. 22 જુલાઇના દિવસે જયારે ચંદ્રયાન -2 એ ઉડાન ભરી તે સમયથી લઇને દરેક ભારતીયો 7 સપ્ટેબરની મધ્યરાત્રિની રાહ જોઇને બેઠા હતા. જે રીતે એક પછી એક પડાવ પાર કરી રહ્યું હતું ચંદ્રયાન તે જોઇને દરેક નાગરિક  ખુશ હતો અને બસ રાહ જોઇ રહ્યો હતો. ચંદ્રયાન-2 મિશનના સકસેસ થવાની.વૈજ્ઞાનિકોની મહેનત સફળ થઇ જ રહી હતી. ભારતવાસીઓ તે ક્ષણને માણવા રાત્રે જાગ્યા અને બંધ મુઠ્ઠી કરીને તે પળને જોવા તત્પર હતા જયારે ચંદ્રયાન-2 માંથી લેન્ડર વિક્રમ લેન્ડ થવાનું હતું. તે સમયે. ઇસરોના ચિફ કે,શિવનની વાત પણ દરેકને હતી. તે આખરી 15 મિનિટ જે ઘણી પડકારજનક હતી. છતાં પણ એક આત્મવિશ્વાસ સાથે આખો દેશ જાગતો રહ્યો.

વડાપ્રધાન મોદી સ્પેસ સેન્ટરમાં ઉપસ્થિત હતા. 70 બાળકો જે ઇસરોની કિવઝ જીતીને આવ્યા હતાં તે પણ ઇસરો પહોંચ્યા હતા. અને તે દેશવાસીઓ જે પોતાનું રૂટિન પતાવી, ઓફિસ પતાવી, કાર્ય પૂર્ણ કરીને તે ક્ષણને જોવા તત્પર હતાં. આખરે તે ઘડી આવી જયારે આપણે ચંદ્ર પર લેન્ડ કરવાની ખૂબ જ નજીક હતાં. તે સમયે અચાનક  2.1 કિમી દૂર થી જ વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો. અને ત્યારપછી વૈજ્ઞાનિકોની તે માયૂસી, તે ચિંતા, અંદરથી તૂટી જવાનો તે અહેસાસ અને આંખોમાં આંસુ જેણે દરેક ભારતીયોને પણ પળવાર માટે આંસુ લાવી દીધા. પણ કહેવાય છે ને કે નિષ્ફળતાની પાછળ જ સફળતા છે.

સફળતાના આ જ લક્ષ્યાંક સાથે નાગરિકો, યુવાધન, અને ખાસ કરીને તો ભારત દેશના નાગરિકો એકજૂટ થઇને તે વૈજ્ઞાનિકોનો હોંસલો વધાર્યો. હંમેશા કોઇ પણ સમાચારને તરત વાયરલ કરવાની લાલસા રાખનારું તે યુવાધનથી લઇને તે દરેક વ્યકિત જે સમાચારોને ફોરવર્ડ કરતાં નજરે પડે ત્યારે ગત મોડી રાત્રે તેનું એક પોઝિટીવ સ્વરૂપ જોવા મળ્યું અને ભારતીયોએ વૈજ્ઞાનિકોની સિદ્ધિની શુભકામના પાઠવતો મેસેજ અને સંદેશા મોકલ્યા જે ભારતની એકજૂટતા દર્શાવે છે. We are proud of our space programme and our scientists..આના સિવાયના ઘણા સંદેશા જે વાંચીને આપણને ખુદને પણ  ગર્વ થતું.

એક સાયકલ પર રોકેટ લઇ જઇને ત્યાર બાદ નાના રોકેટને અવકાશમાં ઉડાવીને. અને પછી તો આર્યભટ્ટ, મિશન મંગળ, ચંદ્રયાન-1, આ તમામ સફળ મિશન ભારત જોઇ ચૂકયું છે અને ચંદ્રયાન-2 પણ 95 ટકા તો સફળ  જ છે. 5 ટકા ખામી સર્જાય..પણ ઓર્બિટર હજુ પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં ચકકર લગાવી રહ્યું છે. તે જ આપણું સકસેસ છે. જે મિશન પાછળ 11 વર્ષની મહેનત લાગી. Whatever the results we are always proud on our isro scientists. તે મિશનની થોડીક નિષ્ફળતાને  ભૂલીને સફળતાના શિખરોને આંબવા તે જ આપણું લક્ષ્ય છે. અને તેમાં પણ વડાપ્રધાન મોદી જયારે સવારે ઇસરો સેન્ટર પહોંચીને વૈજ્ઞાનિકોનો જે હોંસલો બુલંદ કર્યો તેણે વૈજ્ઞાનિકોને એક નવી દિશા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. અને છેલ્લે કે.સિવન પણ જયારે પોતાની અંદરનું દુખ ન છુવાવી શકયા અને વડાપ્રધાનને ભેટીને રડી પડયા ત્યારે જે તસવીર સામે આવી તેણે તેમનામાં વધુ ઉત્સાહ અને આગળ વધવા માટેની હિંમત આપી દીધી.

ભારત વિવિધતાસભર દેશ છે,અને વિવિધતામાં જ એકતા એ પણ આપણે જાણીએ છીએ,.ત્યારે આ જ એકતા ભારતના દરેક નાગરિકોમાં જોવા મળી છે અને તે જ છે આપણા દેશની તાકાત અને હિંમત જે કયારેય દેશ પર આંચ નથી આવા દેતી. औसत लोगों की इच्छाएं और आशाएं होती हैं। आत्मविश्ववासी लोगों के पास लक्ष्य और योजनाएं होती हैं।માટે જ ક્હયું છે કે સંપર્ક તૂટયો છે સંકલ્પ નહિં.

READ ALSO

Related posts

કોરોનાને ફેલાતો રોકવા સરકાર પાસે આ છે રસ્તો, આ ટેસ્ટથી સરળતાથી ઓળખી શકાય છે શકમંદ દર્દી

Bansari

તીડનું મહાઆક્રમણ: ભારતના 8 રાજ્યો ઝપટમાં, હજુ સ્થિતિ ખરાબ થવાની ચેતવણી

Bansari

અગન વર્ષા: રાજસ્થાનના ચુરુમાં 50 ડિગ્રી તાપમાન સાથે તૂટ્યો ગરમીનો રેકોર્ડ, પૂર્વોત્તરમાં વરસાદનું રેડ એલર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!