GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ઉતરી ચંદ્રયાન-2 આ રીતે રચવાનું છે ઈતિહાસ

ઇસરો ફરી એક વખત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારતનું સૌથી મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરનારું દુનિયાનું સૌપ્રથમ યાન બનશે. ભારત સૌપ્રથમ વખત કોઈ ઉપગ્રહ પર તેના યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવી રહ્યું છે. આ ‘ઐતિહાસિક ક્ષણ’ની ઈસરોના વૈજ્ઞાનિકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વિક્રમના સફળ ઉતરાણને પગલે ભારત રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર યાનનું ઉતરાણ કરનાર ચોથો જ્યારે દક્ષિણ ધૂ્રવ પર મિશન હાથ ધરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.

પ્રજ્ઞાન રોવર સાથે વિક્રમ આજે મોડી રાતે 2.30 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. હાલ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 35 કિ.મી.ની ભ્રમણ કક્ષામાં ફરે છે. જે તેના અંતિમ ઉતરાણની શરૂઆત માટેની સૌથી નજીકની ભ્રમણ કક્ષા છે. હાલ વિક્રમ અવાજની ગતિએ પ્રતિ ક્લાક 6 હજાર કિ.મી.ની ગતિએ ચંદ્રની સપાટી ફરતે ભ્રમણ કરી રહ્યું છે.

ચંદ્રની સપાટીથી 100 મીટરની ઉંચાઈ સુધી આવશે

ઉતરાણના અંતિમ સમય પૂર્વે વિક્રમ ચંદ્રની સપાટીથી તેની ઊંચાઈ ઘટાડીને 22.5 કિ.મી. સુધી લઈ આવશે. ત્યાર બાદ તેની ગતિ ઘટાડીને પ્રતિ ક્લાક 5,500 કિ.મી. કરાશે અને તેને 7.4 કિ.મી.ની ઊંચાઈ પર લવાશે. ત્યાર પછી તેને પ્રતિ ક્લાક 526 કિ.મી.ની ઝડપે નીચે ઉતારવામાં આવશે. છેવટે વિક્રમને ક્રમશ: ચંદ્રની સપાટીથી 400 મીટરની ઊંચાઈ સુધી નીચે લવાશે. આ ઊંચાઈ સુધી આવતા વિક્રમની ગતિ ઘટીને પ્રતિ ક્લાક 100 કિ.મી. થઈ જશે.

ચંદ્રની સપાટીથી 400 મીટરની ઊંચાઈ પર આવ્યા પછી વિક્રમ હવામાં ફરતાં ચંદ્રની સપાટીનો ડેટા એકત્ર કરશે. છેવટે તે ચંદ્રની સપાટીથી 100 મીટરની ઊંચાઈ સુધી આવી જશે. આ ઊંચાઈ પર વિક્રમ ઉતરાણ માટે સપાટી પર યોગ્ય જગ્યા નિશ્ચિત કરશે. આ બધું જ કામ વિક્રમ લેન્ડરમાં લાગેલા ઓનબોર્ડ કમ્પ્યુટર અને સેન્સર કરશે.

સમગ્ર પ્રક્રિયા 15 મિનિટમાં પૂરી થઈ જશે

ચંદ્રની સપાટીથી 30 કિ.મી.ના અંતરથી ઉતરાણની પ્રક્રિયા શરૂ થશે અને આ સમગ્ર પ્રક્રિયા 15 મિનિટના સમયમાં પૂરી થશે. વિક્રમનો આ 15 મિનિટનો પ્રવાસ ઈસરો માટે એકદમ નવો છે. વિક્રમના સફળ ઉતરાણ બાદ શનિવારે વહેલી સવારે 5.30થી 6.30 વચ્ચે તેમાંથી ‘પ્રજ્ઞાન’ રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન’ પૃથ્વીના 14 દિવસ સમકક્ષ એક ચંદ્ર દિવસના સમય સુધી ચંદ્રની સપાટી પર પ્રયોગો હાથ ધરશે ત્યારે મુખ્ય ઓર્બિટર એક વર્ષ માટે તેના મિશન પર ચાલુ રહેશે.

વિક્રમ અને પ્રજ્ઞાન તેમની સાથે ચંદ્રની સપાટી પર દેશના પ્રતિકની પણ છાપ છોડશે, જે લાંબા સમય સુધી રહેશે. પ્રજ્ઞાનના છ વ્હિલ છે, જેમાં પાછળના બે વ્હિલ્સ પર અશોક ચક્ર છે અને અન્ય પર ઈસરોનું પ્રતિક છે. વિક્રમના રેમ્પ પર ભારતીય ધ્વજ અંકિત હશે.

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!