GSTV
Home » News » ચંદ્રયાન મિશન માટે આજે મહત્વનો દિવસ, ચંદ્રમાની કક્ષામાં કરશે પ્રવેશ

ચંદ્રયાન મિશન માટે આજે મહત્વનો દિવસ, ચંદ્રમાની કક્ષામાં કરશે પ્રવેશ

ભારતના મહત્વકાંશી ચંદ્રયાન મિશન માટે આજે મહત્વનો દિવસ છે. ઈસરોએ 22 જુલાઈએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતુ. જે આજે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરશે. 14 ઓગસ્ટે ચંદ્રયાનને ચંદ્ર સ્થાનાંતરણ પ્રક્ષેપવક્રમાં પ્રવેશ કરાવ્યો હતો. હવે યાનના તરલ ઈંધણ વાળા એન્જીનને ચાલુ કરાશે. જેથી તેને ચંદ્રમાની કક્ષાની અંદર પ્રવેશ અપાવી શકે. ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીના ચક્કર લગાવ્યા હતા.

ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યા બાદ 13 દિવસ ચક્કર લગાવશે અને 7 સપ્ટેમ્બરે તે ચંદ્રની ધરતી પર નિર્ધારિત જગ્યા પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ત્યારે આ માટે વૈજ્ઞાનિકોની કસોટી પણ થશે. કેમકે ચંદ્ર પર હવા નથી. ગ્રેવિટેશનલ ફોર્સ પણ દરેક જગ્યાએ અલગ-અલગ છે. એવામાં 1.5 કિલોમિટર પ્રતિ સેકન્ડની ગતિથી ફરી રહેલા ઓર્બિટને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવું મોટો પડકાર છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા બોલ્ડર્સ, ક્રેટર્સ છે જ્યાં ક્રેશ થાવનું જોખમ વધારે છે. જોકે આ માટે વૈજ્ઞાનિકોએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન-2 ચંદ્રમાના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં સંશોધન કરશે. યાનને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ બીજી સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ ગયેલા લેન્ડર વિક્રમને છોડશે. ત્યાર બાદ વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર લગાવ્યા બાદ 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થશે.

ચંદ્રયાન-૨ ચંદ્રમાની કક્ષામાં   

 • ચંદ્રયાને ૨૩ દિવસ પૃથ્વીના ચક્કર લગાવ્યા હતાં
 • ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યા બાદ ૧૩ દિવસ ચક્કર લગાવશે
 • ૭ સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી પર નિર્ધારિત જગ્યા પર સોફ્ટ લેન્ડિંગ કરશે
 • ચંદ્રયાન-૨ ચંદ્રમાના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં સંશોધન કરશે
 • યાનને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ ૨ સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ ગયેલા લેન્ડર વિક્રમને છોડશે
 • વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર લગાવ્યા બાદ ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થશે

વૈજ્ઞાનિકોની કસોટી       

 • ચંદ્ર પર હવા નથી અને ગ્રેવિટેશનલ ફોર્સ પણ દરેક જગ્યાએ અલગ-અલગ
 • ૧.૫ કિમી પ્રતિ સેકન્ડની ગતિથી ફરી રહેલા ઓર્બિટને ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરાવવું મોટો પડકાર
 • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા બોલ્ડર્સ, ક્રેટર્સ છે, જ્યાં ક્રેશ થાવનું જોખમ વધારે
 • ચંદ્રયાન-૨ ચંદ્રમાના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં સંશોધન કરશે
 • યાનને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ ૨ સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ ગયેલા લેન્ડર વિક્રમને છોડશે
 • વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર લગાવ્યા બાદ ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાની ધરતી પર લેન્ડ થશે

Read Also

Related posts

U19 World Cup: ઓસ્ટ્રેલીયાને 74 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં કર્યો પ્રવેશ

pratik shah

બોડો ઉગ્રવાદી બાદ સરકારે આ સંગઠનને વાતચીત કરવા માટે આપ્યું આમંત્રણ

Nilesh Jethva

નાસિકમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ કુવામાં ખાબકી, અત્યાર સુધીમાં 20 લોકોના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!