GSTV
Home » News » ચંદ્રમાની ત્રીજી કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2, સાત સપ્ટેમ્બરે ચાંદ પર ઉતારશે વિક્રમ લેન્ડર

ચંદ્રમાની ત્રીજી કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2, સાત સપ્ટેમ્બરે ચાંદ પર ઉતારશે વિક્રમ લેન્ડર

ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 તેના નિર્ધારિત લક્ષ્યાંક તરફ આગળ ધપી રહ્યું છે. ચંદ્રયાન-2એ ચંદ્રની ત્રીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સવારે 9-04 મિનિટે મોકલવામાં આવ્યુ હતુ.

હવે ચંદ્રયાન-2 ચંદ્રની ચારેતરફ 179 કિમી એપોજી અને 1 હજાર 412 કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે. આ જ ભ્રમણકક્ષામાં ચંદ્રયાન-2 આગામી 2 દિવસ સુધી ચંદ્રના ચક્કર લગાવતું રહેશે.

જે બાદ 30 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2 ચંદ્રની ચોથી અને 1 સપ્ટેમ્બરના રોજ પાંચમી કક્ષામાં પ્રવેશ કરશે. આ પહેલા ઇસરોના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યુ હતુ.

જે વૈજ્ઞાનિકો માટે ખૂબ જ પડકારજનક તબક્કો હતો. પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ બેહદ કુશળતા અને યોગ્યતાથી આ તબક્કો પાર પાડ્યો હતો.

READ ALSO

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

હવે મોદી કેબિનેટમાં ભળવા તૈયાર છે આ જૂનો સાથી, વાયએસઆર કોંગ્રેસનો પણ થઈ શકે છે સમાવેશ

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!