GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ચાર મોટા બદલાવ કરતા ચંદ્ર તરફ વધુ સ્પીડથી જશે ચંદ્રયાન-2

ભારતની અંતરિક્ષ સંશોધન એજન્સી ઈસરો ગણતરીની કલાકમાં અવકાશના ક્ષેતમરાં મોટુ પગલુ ભરવા માટે તૈયાર છે કારણકે ઇસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગનું રિહર્સલ પૂરું કર્યું છે. ભારતનું બીજું મૂન મિશન આજે બપોરે 2.43 વાગે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ થશે. ઇસરોએ ટ્વિટર પર પણ આ જાણકારી આપી છે. અગાઉ ચંદ્રયાન-2 15 જુલાઈએ મધરાતે લોન્ચ થવાનું હતું પરંતુ 56 મિનિટ પહેલા તેનું લોન્ચિંગ ફ્યુઅલ ટેન્કમાં લિકેજ થવાથી અટકાવી દેવાયું હતું. છેવટે આજે તેને લોન્ચ કરાશે.

ચંદ્રયાન-2 ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ, ઓર્બેટર, લેન્ડર અને રોવર હશે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણી ધુવ પર લેન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો થશે. આ ચંદ્રયાન-1 મિશનથી લગભગ ત્રણ ગણું વધુ છે. લેન્ડરની અંદરના હાલના રોવરની ગતિ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે.

ચંદ્રયાન-2માં રહેલું વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર ચંદ્ર સુધી જશે. લેન્ડર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિના સુધીમાં ચંદ્ર પર પહોંચશે અને ત્યારબાદ પ્રજ્ઞાનનું કામ શરૂ થશે. યાનને લોન્ચ કરનારા લોન્ચિંગ વેહીકલ જીએસએલવી માર્ક-3માં 15 જુલાઇના રોજ લોન્ચિંગના થોડા કલાકો પહેલાં ટેકનિકલ ખામી આવી હતી. ઈસરો અત્યાર સુધીમાં ત્રણ જી.એસ.એલ.વી. માર્ક-3 રોકેટ લોન્ચ કરી ચૂક્યું છે. આ ઉપરાંત વર્ષ 2022માં ભારત દ્વારા હાથ ધરાનારા સમાનવ અંતરિક્ષ મિશન માટે પણ માર્ક-3નો ઉપયોગ થવાનો છે.

આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજન ધરાવે છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખવામાં આવ્યું છે.  પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ 3.844 લાખ કિલોમીટર છે. ઉડાન ભર્યાની કેટલીક મિનીટો બાદ રૂપિયા 375 કરોડમાં તૈયાર થયેલું જી.એસ.એલ.વી. માર્ક-3 રોકેટ રૂપિયા 603 કરોડમાં તૈયાર થયેલા ચંદ્રયાનને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. ત્યાંથી ચંદ્રયાન-2ની યાત્રા શરૂ થશે.

ચંદ્રયાન-2માં રહેલું વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર ચંદ્ર સુધી જશે. લેન્ડર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિના સુધીમાં ચંદ્ર પર પહોંચશે અને ત્યારબાદ પ્રજ્ઞાનનું કામ શરૂ થશે. યાનને લોન્ચ કરનારા લોન્ચિંગ વેહીકલ જીએસએલવી (જીયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહીકલ) માર્ક-3માં 15 જુલાઇના રોજ લોન્ચિંગના થોડા કલાકો પહેલાં ટેકનિકલ ખામી આવી હતી.

Read Also

Related posts

સંજય દત્તને ત્રીજા નહીં, ચોથા સ્ટેજના ફેફસાંનું કેન્સર, કરુણતા એ છે કે, આ કારણે અમેરિકા સારવાર માટે નહીં જઈ શકે

Dilip Patel

Railwaysનો કમાલનો જુગાડ, આ રીતે લેમ્પ બોક્સથી કોરોના મુક્ત થઈ જશે Train Ticket અને નોટ

Arohi

રાજસ્થાન : અશોક ગહેલોતે જીતી લીધો વિશ્વાસ પ્રસ્તાવ, વિધાનસભા 21 ઓગસ્ટ સુધી સ્થગિત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!