GSTV
Home » News » Chandrayaan-2: રાષ્ટ્રપતિ, પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ સહિત ઘણા મોટા નેતાઓએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો

Chandrayaan-2: રાષ્ટ્રપતિ, પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ સહિત ઘણા મોટા નેતાઓએ વધાર્યો વૈજ્ઞાનિકોનો જુસ્સો

ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે લેન્ડર વિક્રમનો ચંદ્રમાની સપાટીથી ફક્ત બે કિલોમીટરના અંતરેથી સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન-2 વિશે જાણકારીની રાહ જોવાઈ રહી છે. ઈસરોનાં કંટ્રોલરૂમમાં વૈજ્ઞાનિકો આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. ડેટાનું અધ્યયન પણ ચાલું છે. મહેનતનું પરિણામ જ્યારે ઈચ્છા મુજબ ન આવે તો મન ઉદાસ થઈ જાય છે. ચંદ્રથી થોડા કિલોમીટરનાં અંતરેથી જ સંપર્ક તૂટતા વૈજ્ઞાનિકોનાં ચહેરા પર ચિંતા ઉભરી આવી હતી. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા રાજનેતાઓએ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો. કહ્યુ છેકે, દેશને તેમની ઉપર ગર્વ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનું ચંદ્ર પર ઉતારણ સમયે ઈસરો સાથે સંપર્ક તૂટતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ છેકે, ઈસરોનાં વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે. કોવિંદે ટ્વીટ કર્યુ છેકે, ચંદ્રયાન-2 મિશનની સાથે ઈસરોની આકી ટીમે અસાધારણ પ્રતિબદ્ધતા અને સાહસનું પ્રદર્શન કર્યુ છે. દેશને ઈસરો પર ગર્વ છે. તેમણે કહ્યુ કે, અમે બધા સર્વશ્રેષ્ઠની આશા કરીએ છીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે જીવનમાં ઉતાર-ચડાવ આવશે અને આ યાત્રા ચાલુ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “જ્યારે આ મિશન મોટું છે, ત્યારે નિરાશાને દૂર કરવાની હિંમત રાખવી જોઈએ. હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે દેશની માનવ જાતિ માટે મોટી સેવા કરી છે.”

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અધ્યક્ષ અમિત શાહે શનિવારે ચંદ્ર સપાટી પર ઉતરતા પહેલા વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ગુમાવ્યા બાદ કહ્યું હતું કે ચંદ્રયાન -2 સાથે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની અત્યાર સુધીની સિદ્ધિ, ઉપર દરેક ભારતીયને ગર્વ છે. શાહે ટ્વીટ કર્યું હતું કે, “ચંદ્રયાન -2 ને લઈને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની અત્યાર સુધીની ઉપલબ્ધિ પર દરેક ભારતીયને ગર્વ છે. ભારત ઇસરોના પ્રતિબદ્ધ અને અથાગ પરિશ્રમ કરનારા વૈજ્ઞાનિકો સાથે ઉભુ છે. ઇસરોની ભાવિ યોજનાઓ માટે મારી શુભકામનાઓ.”

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક ગુમાવ્યા બાદ પણ ચંદ્રયાન -2 મૂન મિશનમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. કેજરીવાલે કહ્યું, “અમને અમારા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેઓએ ઇતિહાસ રચ્યો છે. નિરાશ થવાની જરૂર નથી. આપણા વૈજ્ઞાનિકોએ ઉત્તમ કાર્ય કર્યું છે. જય હિન્દ.”

કોંગ્રેસે કહ્યુ આખો દેશ ઈસરોની ટીમ સાથે

તો કોંગ્રેસે કહ્યુ છેકે, આખો દેશ ઈસરોની સાથે ઉભો છે. અને તેમનો પ્રયાસ વ્યર્થ નહી જાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈસરોનાં વૈજ્ઞાનિકોનાં વખાણ કરતાં કહ્યુ કે, તેમણે મિશન ઉપર ઉત્કૃષ્ટ કામ કર્યુ તથા ઘણા વધારે મહત્વપૂર્ણ તેમજ મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશનોનાં પાયા રાખ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુકે, ” ઈસરોને ચંદ્રયાન-2 મિશન પર તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે અભિનંદન. તમારો ભાવ અને સમર્પણ દરેક ભારતીય માટે એક પ્રેરણા છે. તમારું કામ વ્યર્થ નહી જાય. તમે ઘણા વધારે મહત્વપૂર્ણ તથા મહત્વકાંક્ષી ભારતીય અંતરિક્ષ મિશનોનાં પાયા નાંખ્યા છે. કોંગ્રસે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર કહ્યુકે, આખો દેશ આ સમયે ઈસરોની ટીમ સાથે ઉભો છે. અંતરિક્ષ એજન્સીના કડક પરિશ્રમ અને પ્રતિબદ્ધતાએ દેશને ગૌરવાન્વિત કર્યા છે.

READ ALSO

Related posts

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટના નવા જજ

Mayur

દેશનો સમય બરબાદ કરવા બદલ સુન્ની વક્ફ બોર્ડને પાંચ કરોડનો દંડ ફટકારવો જોઈએ : રાશિદ અલ્વી

Mayur

ઉત્તર પ્રદેશની આ કદાવર નેતાએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ખળભળાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!