GSTV
Home » News » Chandrayaan-2 Orbitor : હવે સૌની નજર ઓર્બિટર પર, તે જ જણાવશે કે લેન્ડિંગ વખતે શું થયુ

Chandrayaan-2 Orbitor : હવે સૌની નજર ઓર્બિટર પર, તે જ જણાવશે કે લેન્ડિંગ વખતે શું થયુ

48 દિવસની સફળ યાત્રા બાદ ચંદ્રયાન-2 પોતાના નિશ્ચિંત લક્ષ્યથી ફક્ત બે ડગલા જ દૂર રહી ગયુ. લેન્ડિંગથી ફક્ત 2.5 કિલોમીટર પહેલાં વિક્રમ લેન્ડરનો ઓર્બિટર સાથે સંપર્ક તુટી ગયો છે. જોકે,આશા હજી પણ અમર છે. આખો દેશ વૈજ્ઞાનિકો ઉપર ગર્વ કરી રહ્યો છે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યુ છેકે, વિક્રમ લેન્ડરમાં હાજર પ્રજ્ઞાન રોવર હજી પણ સુરક્ષિત છે. લેન્ડરથી સંપર્ક તૂટ્યા બાદ હવે ઓર્બિટર સૌથી મહત્વનું બની ગયુ છે. જે ચંદ્રની સપાટી કરતાં 140 કિલોમીટર ઉપર પરિભ્રમણ કરી રહ્યો છે. આ ઓર્બિટર એક વર્ષ સુધી આમ જ ચક્કર લગાવીને જાણકારી એકત્ર કરશે.

વૈજ્ઞાનિકો મુજબ, લેન્ડિંગના સમયે વિક્રમ લેન્ડર સાથે શું થયુ? તેની સાચી સાચી જાણકારી ઓર્બિટર જ આપી શકે છે. હવે ઈસરોને ઓર્બિટર પાસેથી મળનારા ફોટાની રાહ જોવાઈ રહી છે. બની શકે કે વૈજ્ઞાનિક ઓર્બિટરને જલ્દીથી તે સ્થાને લાવવાનાં પ્રયાસો કરશે. જ્યાં વિક્રમ લેન્ડરનું નિષ્ફળ લેન્ડિંગ થયુ છે.

તો પણ બહુ જ મોટી ઉપલબ્ધિ છે આ

વૈજ્ઞાનિકો મુજબ, એકવાર માની લેવામાં આવે કે, વિક્રમ લેન્ડર પુરી રીતે ક્રેશ થઈ ગયુ, તો પણ તે ચંદ્રમા વિશે ઘણું બધુ કહી શકે છે. લેન્ડર પડવાથી ચંદ્રમાની સપાટી ઉપર હલચલ થઈ હશે, માટી બહાર નીકળી હશે, આ બધુ જ ઓર્બિટર માટે અધ્યયનનો વિષય રહેશે. ઉલ્લેખનીય છેકે, અમેરિકાએ પણ ચંદ્રમા પર પહોંચવાનાં ઘણા પ્રયાસો કર્યા હતા. જેમાં સૌથી વધારે ઈમ્પેક્ટર એટલે યાનનું ચંદ્રમાની સપાટી પર પડવા સુધી જ સીમિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ચંદ્રયાન-2ના ત્રણ હિસ્સા હતા. ઓર્બિટર, લેન્ડર “વિક્રમ” અને રોવર “પ્રજ્ઞાન.” ગઈ બીજી સપ્ટેમ્બરે બપોરે લેન્ડર અને રોવરને ઓર્બિટરમાંથી અલગ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્રએ દિલ્હી હિંસા મુદ્દે હિન્દુઓ પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવ્યો

Arohi

હવે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પર બ્રિટિશરો પર આરોપ ન લગાવી શકાય : મોહન ભાગવત

Mayur

આ વર્ષે હજ કરનારા મુસ્લિમ બિરાદરોની આશા પર પાણી ફરી વળશે, સાઉદી અરબ સરકારે આ કારણે લગાવી રોક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!