GSTV
Home » News » ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરશે ચંદ્રયાન-2, યુ.એસ, રશિયા,ચીનને પછાડીને નંબર વન બનશે ભારત

ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરશે ચંદ્રયાન-2, યુ.એસ, રશિયા,ચીનને પછાડીને નંબર વન બનશે ભારત

ચંદ્ર પર જવાવાળું ભારતનું ચંદ્રયાન -2નું લોન્ચ સફળ રહ્યું છે. ચંદ્રયાન-2, ભારતીય સ્પેસ મિશન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ) ના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી સોમવારે બપોરે 2.43 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહ લગભગ 48 દિવસમાં ચંદ્ર પર પહોંચશે. રસપ્રદ વાત એ છે કે, ચંદ્રયાન -2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે.

ઉલ્લેખનીય છે કે હજુ સુધી ચંદ્રનાં જેટલા પણ મિશન રહ્યા છે તે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા નથી. ચંદ્રના આ ભાગ વિશે વધારે માહિતી નથી. માત્ર એટલું જ નહીં, યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચાઇના જે ચંદ્ર પર પહોંચી ગયા છે પરંતુ તે હજી સુધી આ સ્થળે આગળ પગ મૂક્યો નથી.

ભારતના ચંદ્રયાન -1 મિશન દરમિયાન, દક્ષિણ ધ્રુવ પર પાણી વિશે જાણકારી મળી હતી.ત્યાર પછી સમગ્ર વિશ્વને ચંદ્રના સાઉથ પોલ એટલે દક્ષિણ ધ્રુવમાં રૂચી જાગી હતી.

ચંદ્રયાન -2 દ્વારા, ભારત દક્ષિણ ધ્રુવ પર તે બધી શક્યતાઓ શોધી શકે છે, જે લગભગ 500 વર્ષથી દેશની ઉર્જાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકે છે.ચંદ્રનું દક્ષિણ ધ્રુવ ઘણી રીતે રસપ્રદ છે.

આ ધ્રુવનો મોટો ભાગ ઉત્તર ધ્રુવ કરતાં વધુ શેડમાં રહે છે. એક સંપૂર્ણ સંભાવના છે કે આ ભાગમાં પાણી હોઈ શકે છે. ચંદ્રાયાન-2 ના રોવર પ્રજ્ઞાનને ખબર પડશે કે કેટલા ભાગમાં પાણી છે.

ઉલ્લેખનીય છે કે ઇસરોએ ચંદ્રયાન -2 ને તેની સૌથી શક્તિશાળી રોકેટ જિઓસિંક્રનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ – માર્ક 3 (જીએસએલવી-એમકે 3) સાથે લોન્ચ કર્યું છે. આ રોકેટનું નામ બાહુબલી રાખવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!