GSTV
Home » News » સ્વદેશી છે ચંદ્રયાન-2 મિશન, 14માંથી 13 સાધનો છે ભારતના

સ્વદેશી છે ચંદ્રયાન-2 મિશન, 14માંથી 13 સાધનો છે ભારતના

ચંદ્રયાન સાથે કુલ ૧૪ વૈજ્ઞાનિક સાધનો જોડેલા છે. જે ત્રણેય ભાગ સાથે અલગ અલગ રીતે ગોઠવાયેલા છે. ૧૪ પૈકી ૧૩ સાધનો ભારતના છે, આ વખતે ‘નાસા’ની વિનંતીને માન આપીને તેનું એક જ સાધન સમાવાયું છે. જેમા ઓર્બિટર, લેન્ડર અને રોવર મહત્વનો ભાગ છે. ઓર્બિટર જે ચંદ્ર ફરતે ૧૦૦ કિલોમીટર ઊંચે રહીને પ્રદક્ષિણા કરશે, જે રીતે પૃથ્વી ફરતે ઉપગ્રહો પ્રદક્ષિણા કરતા હોય એ રીતે ફરે છે.

ઓર્બિટર મિશનનો એક મહત્વનો હિસ્સો છે. લેન્ડર જે ચંદ્રની ધરા પર લેન્ડ થશે એટલે કે ઉતરાણ કરશે તેને વિક્રમ નામ આપવામાં આવ્યુ છે. ડોક્ટર વિક્રમ સારાભાઈના નામે લેન્ડરનું નામ રાખવામાં આવ્યુ છે.  રોવર, જે ચંદ્રની ધરતી પર ઉતરેલા લેન્ડરમાંથી અલગ પડી ચંદ્રની સપાટી પર ચાલશે. તેને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યું છે. એ હકીકતે ૬ પૈડાં ધરાવતી બગી છે.. જેના આધારે અનેક સંશોધન કરવામાં આવશે.

મિશન ચંદ્રયાન-૨                        

યાનના ત્રણ હિસ્સા                      

ઓર્બિટર                               

  • ૧૦૦ કિલોમીટર ઊંચે રહીને પ્રદક્ષિણા કરશે
  • ઉપગ્રહ પૃથ્વીની પ્રદક્ષિણા કરે તે રીતે ઓર્બિટરનું કામ

વિક્રમ                                   

  • લેન્ડરનું નામ વિક્રમ આપવામાં આવ્યુ
  • વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર ઉતરાણ કરશે
  • ડો. વિક્રમ સારાભાઈના નામે લેન્ડરનું નામન

પ્રજ્ઞાન

  • રોવરને પ્રજ્ઞાન નામ આપવામાં આવ્યુ
  • રોવર લેન્ડરમાંથી અલગ પડી ચંદ્રની સપાટી પર ચાલશે
  • રોવર ૬ પૈડાની એક ગાડી

READ ALSO

Related posts

બાંગ્લાદેશના વિદેશ પ્રધાને રદ કર્યો ભારતનો પ્રવાસ, કાઢ્યું આ બહાનું

Nilesh Jethva

રાહુલ ગાંધીનો શાબ્દિક પ્રહાર, પીએમને કદાચ મોંઘવારીનો ખ્યાલ જ નથી કારણ કે તેઓ બીજી દુનિયામાં રહે છે

Nilesh Jethva

મોબાઇલ ફોન ઉત્પાદન સંસ્થા ICEAએ પ્રાથમિક સ્તરનાં હેન્ડસેટ્સમાં જીએસટી ઘટાડવાની કરી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!