GSTV

મિશન મૂન: ચંદ્રની ડાર્ક સાઈડ પર જ કેમ ઉતારવામાં આવશે ચંદ્રયાન-2?

Last Updated on July 22, 2019 by Mansi Patel

ભારતના મહત્વકાંક્ષી મિશન મૂન ચંદ્રયાન 2ના લોન્ચિંગમાં હવે ગણતરીની ક્ષણો જ બાકી છે. લોન્ચિંગનાં 20 કલાક પહેલાંથી કાઉન્ટડાઉન ચાલી રહ્યુ છે. ચંદ્રયાનને બપોરે 2 વાગીને 43 મિનીટપર શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના સાઉથ પોલમાં ઉતારશે. એવામાં એ જાણવું રસપ્રદ છેકે, આખરે ચંદ્રયાન-2ને ચંદ્રનાં આ હિસ્સામાં જ કેમ ઉતારવામાં આવી રહ્યુ છે.

સાઉથ પોલ પર જ લેન્ડિંગ કેમ?

ચંદ્રના આ હિસ્સાને ડાર્ક સાઈડ કહેવામાં આવે છે. તેના વિશે દુનિયાને વધારે જાણકારી નથી. ભારતથી પહેલાં ચંદ્ર પુર જઈ ચૂકેલા અમેરિકા, રશિયા અને ચીને પણ હજી સુધી ચંદ્રની આ જગ્યા પર પગ રાખ્યા નથી. ભારતનાં ચંદ્રયાન-1 મિશન દરમ્યાન સાઉથ પોલમાં બરફ વિશે જાણકારી મળી હતી. વૈજ્ઞાનિકો તેના વિશે વધારે જાણકારી મેળવવા માંગે છે. જેથી ચંદ્રયાન-2ને સાઉથ પોલની વધુ જાણકારી એકત્ર કરવા માટે મોકલવામાં આવે છે. ચંદ્રયાન-2 ચંદ્રનાં જીયોગ્રાફિકલ સરફેસ, ખનીજ તત્વો, તેના વાયુમંડળની બહારના પડ અને પાણીની જાણકારી આપશે. એવામાં માનવામાં આવી રહ્યુ છેકે, ભારત મિશન મૂન દ્વારા બીજા દેશો કરતા આગળ વધી જશે.

આ ભાગમાં બીજી શું ખાસિયત છે?

ચંદ્રના સાઉથ પોલમાં એટલા માટે રસપ્રદ છે, કારણકે તેની સપાટીનો મોટો હિસ્સો નોર્થ પોલની તુલનામાં વધુ છાયામાં રહે છે. વૈજ્ઞાનિકોને અહીં પાણી હોવાની સંભાવના વ્યક્ત કરી છે. ચંદ્રનાં આ ડાર્કભાગ સાઉથ પોલમાં ઠંડા ક્રેટર્સમાં પ્રારંભિક સૌર પ્રણાલીના અશ્મિભૂત રેકોર્ડ છે.  

લેન્ડિંગ બાદ શું થશે?

ચંદ્રયાન-2 ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ બાદ ભારત એક એવાં અનમોલ ખજાના ની શોધ કરી શકે છે. જેનાંથી 500 વર્ષ સુધી માણસોની જરૂરિયાતો પુરી કરી શકે છે. તેનાથી અરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે. ચંદ્ર પરથી મળનારી આ ઉર્જા સુરક્ષિત જ રહેશે એવું નથી પરંતુ તેલ, કોલસા અને પરમાણુ કચરાથી થતાં પ્રદૂષણથી મુક્ત રહેશે.

ચંદ્ર પર આટલું ફોકસ કેમ?

સ્ટીફન હૉકિંગે એકવાર કહ્યુ હતુકે, મને લાગે છેકે, અંતરિક્ષમાં ગયા વગર માનવ પ્રજાતિનું કોઈ ભવિષ્ય નહી હોય, આખાં બ્રહ્માંડમાં સૌથી નજીક છે. અહીં વધુ ઉંડા અંતરિક્ષ મિશનો માટે જરૂરી ટેક્નોલોજીનું વધુ સરળતાથી પરીક્ષણ થઈ શકે છે. એવા જ અમુક ફાયદાઓને કારણે ચંદ્રમા પર નવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.  

ચંદ્રયાન-2ની ખાસિયત

  • ચંદ્રયાન-2નું વજન 3.8 ટન છે, જે 8 વયસ્ક હાથીઓના વજન બરાબર છે.
  • તેમાં 13 ભારતીય પેલોડમાં 8 ઓર્બિટર, 3 લેન્ડર, 2 રોવર રહેશે. તેના સિવાય NASAના એક પેસિવ એક્સપરિમેન્ટ હશે.
  • ચંદ્રયાન-2 ચંદ્રમાના એવા હિસ્સા પર પહોંચશે, જ્યાં કોઈ પણ અભિયાનમાં ગયા નથી.
  • આ ભવિષ્યનાં મિશનો માટે સોફ્ટ લેન્ડિંગનું ઉદાહરણ બનશે.
  • ભારત ચંદ્રમાના ધુર દક્ષિણી ભાગમાં પહોંચવા જઈ રહ્યુ છે, જ્યાં પહોંચવાના પ્રયાસો અત્યાર સુધીમાં કોઈએ કર્યા નથી.
  • ચંદ્રયાન-2 કુલ 13 ભારતીય વૈજ્ઞાનિક ઉપકરણોને લઈ જઈ રહ્યુ છે.

READ ALSO

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!