GSTV
Home » News » ગર્વની પળ : પીએમ મોદીએ Live નિહાળ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ, Tweet કરીને પાઠવી શુભેચ્છા

ગર્વની પળ : પીએમ મોદીએ Live નિહાળ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ, Tweet કરીને પાઠવી શુભેચ્છા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નું બીજુ મૂન મિશન ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લૉન્ચ થઇ ગયું છે. ચંદ્રયાન-2ને 22 જુલાઇના રોજ બપોરે 2.43 વાગ્યે દેશના સૌથી શક્તિશાળી બાહુબલી રૉકેટ GSLV-MK3થી લૉન્ચ કરવામાં આવ્યુ.

મિશનની સફળતા બાદ સમગ્ર દેશ ખુશીથી ઝૂમી રહ્યો છે. ત્યાં આ ગર્વની ક્ષણ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. ઈસરોના ચંદ્રયાને સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. ત્યારે તેમની આ સિદ્ધીને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી. તેમણે ટ્વીટ કરી ઈસરોને શુભેચ્છા તો આપી જ હતી, પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓના ગડગડાટ સાથે આ સિદ્ધીને વધાવી લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈસરોના ચંદ્રયાન 2ના લોન્ચિંગને ટીવી પર નીહાળ્યું હતું. જે જોયા પછી ગદગદિત્ત થઈ ઉઠેલા પ્રધાનમંત્રી ખુરશી પાછળ ઉભા રહી સત્તત ઈસરોના ચંદ્રયાનની લોન્ચિંગને જોઈ રહ્યા હતા. સાથે જ તાળીઓથી ઈસરોની આ બેનમૂન સિદ્ધીને વધાવી લીધી હતી.

રાજ્યસભામાં ચંદ્રયાન-2ની સફળતા પર દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સદનમાં વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપતો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ધીમે ધીમે હવે ભારત ન માત્ર અવકાશી શક્તિમાં તાકતવર પૂરવાર થઈ રહ્યું છે. પણ ચંદ્રયાન, મિશન મંગળ અને હવે ચંદ્રયાન-2 પરથી ભારતના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે હમ કિસી સે કમ નહીં. આર્યભટ્ટથી શરૂ થયેલી ભારતની અવકાશયાત્રા હવે ચંદ્રયાન-2 સુધી પહોંચી ચૂકી છે. આગામી સમયમાં પણ વિશ્વને પોતાની અવકાશી તાકાતનો પરચો આપશે. જે રીતે ભારત અવકાશી ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં ભારતનો મુકાબલો માત્ર અને માત્ર ભારત સાથે જ હશે.

Read Also

Related posts

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!