GSTV

મિશન મૂન: Chandrayaan-2 માટે 15 મિનીટ છે સૌથી મુશ્કેલ, જાણો શું થશે?

ચંદ્ર પર ભારતનું બીજુ મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન 2 હવેથી થોડા કલાકોમાં જ લોન્ચ થવા જઈ રહ્યુ છે. ચંદ્રયાન-2 બપોરે 2 વાગીને 43 મિનિટ પર આંધ્રના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટર પરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 2 છ સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે. આ મિશન પર 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ઈસરોનાં ચેરમેન ડૉ.કે સિવન મુજબ, ચંદ્રયાન-2 માટે ચંદ્ર પર લેન્ડિંગ પહેલાંની 15 મિનીટ બહુજ મહત્વની છે. આ દરમ્યાન અમે એવું કંઈક કરીશું જેવું અમે આની પહેલાં ક્યારેય કર્યુ નથી.

ISROના ચીફ મુજબ, ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર ચંદ્રયાન-2ની લેન્ડિંગ માટે તેની સ્પીડ ઘટાડવામાં આવશે. એવામાં વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવાનું કામ સૌથી મુશ્કેલ રહેશે. આ દરમ્યાન 15 મિનિટ ઘણી પડકારજનક રહેવાની છે. અમે પહેલીવાર સોફ્ટ લેન્ડિંગના પ્રયાસો કરીશું તણાવની આ ક્ષણો ફક્ત ISRO જ નહી, પરંતુ દરેક ભારતીયો માટે પણ રહેશે. ભારત જેવું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.એવું કરનારો ભારત ચોથા નંબરનો દેશ હશે. અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીન પાસે આ વિશેષજ્ઞતા છે. ઉલ્લેખનીય છેકે, 15 જૂલાઈએ ક્રોયોજેનિક એન્જીનમાં લીકેજને કારણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યુ હતુ. બાદમાં ISROએ લોન્ચિંગની નવી તારીખ 22 જૂલાઈએ બપોરે 2.43 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.

સાઉથ પૉલ પર કરશે લેન્ડિંગ

ચંદ્રયાન-2ની લોન્ચિંગ ચંદ્રના સાઉથ પોલ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. અત્યાર સુધીમા આ જગ્યાએ કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી. ચંદ્રનાં સાઉથ પોલ પર સ્પેસક્રાફ્ટ ઉતારવા બાદ ભારત આવું કરનારો પહેલો દેશ બનશે.

ISROએ કર્યા 4 મહત્વના બદલાવ

  • ISROએ ચંદ્રયાન-2ની યાત્રાને 6 દિવસ ઘટાડી દીધી છે. તેને 54 દિવસથી ઘટાડીને 48 દિવસ કરી દીધી છે. મોડું થયા બાદ પણ ચંદ્રયાન 26 સપ્ટેમ્બરે જ ચંદ્રનાં સાઉથ પોલ પર લેન્ડ કરશે
  • ISROએ ચંદ્રયાન-2 માટે પૃથ્વીની ચારેય બાજુ ઈંડાકાર ચક્કરમાં બદલાવ કર્યો છે. એપોજીમાં 60.4 કિમીનું અંતર આવી ગયુ છે.
  • તેની સાથે જ ISROએ પૃથ્વીના ઓર્બિટમાં જવાનો સમય લગભગ એક મિનીટ વધારી દીધો છે.
  • જ્યારે ચંદ્રયાન-2ની વેલોસિટીમાં 1.12 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવ્યો છે.

ચંદ્રની સપાટીને સ્પર્શતા પહેલાં શું થશે?

ધરતી અને ચંદ્રમાની વચ્ચે લગભગ 3 લાખ 84 હજાર કિલોમીટરનું અંતર છે. લોન્ચિંગ બાદ ચંદ્રમા માટે લાંબી યાત્રા શરૂ થશે. ચંદ્રયાન-2 લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્રમા સુધી જશે. ચંદ્રની સપાટી પર ઉતરવા માટે 4 દિવસ પહેલાં રોવર “વિક્રમ” ઉતારવાની જગ્યાનું નિરીક્ષણ કરવાનું શરૂ કરશે. લેન્ડર યાનથી ડિબૂસ્ટ કરશે. વિક્રમ સપાટીની વધુ નજીક પહોંચશે ત્યારબાદ ઉતરવાની જગ્યાને સ્કેન કરવાનું શરૂ કરશે. ત્યારબાદ 6-8 સપ્ટેમ્બરની વચ્ચે લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ લેન્ડરનો દરવાજો ખુલશે અને તે રોવરને રિલીઝ કરશે. રોવરને નીકળવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ આ સાયન્ટિફિક ટેસ્ટિંગ માટે ચંદ્રની સપાટી પર નીકળી જશે. તેની 15 મીનીટની અંદર જ ઈસરોને લોન્ડિંગના ફોટા મળવાના શરૂ થઈ જશે.

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પૃત્ અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું હશે. ઓર્બિટર ચંદ્રની સપાટીનો નકશો તૈયરા કરશે. જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની જાણકારી મળી શકે. જ્યારે લેન્ડર અને રોવર ચંદ્ર પર એક દિવસ (પૃથ્વીના 14 દિવસ બરાબર) કામ કરશે.લેન્ડર તે તપાસ કરશેકે, ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહી. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોના અસ્તિત્વની જાણકારી મેળવશે.

ચંદ્રયાન-2ની ખાસિયત

  • ચંદ્રયાન-2નું વજન 3.8 ટન છે, જે 8 વયસ્ક હાથીઓના વજન બરાબર છે.
  • તેમાં 13 ભારતીય પેલોડમાં 8 ઓર્બિટર, 3 લેન્ડર, 2 રોવર રહેશે. તેના સિવાય NASAના એક પેસિવ એક્સપરિમેન્ટ હશે.
  • ચંદ્રયાન-2 ચંદ્રમાના એવા હિસ્સા પર પહોંચશે, જ્યાં કોઈ પણ અભિયાનમાં ગયા નથી.
  • આ ભવિષ્યનાં મિશનો માટે સોફ્ટ લેન્ડિંગનું ઉદાહરણ બનશે.
  • ભારત ચંદ્રમાના ધુર દક્ષિણી ભાગમાં પહોંચવા જઈ રહ્યુ છે, જ્યાં પહોંચવાના પ્રયાસો અત્યાર સુધીમાં કોઈએ કર્યા નથી.
  • ચંદ્રયાન-2 કુલ 13 ભારતીય વૈજ્ઞાનિક ઉપકરણોને લઈ જઈ રહ્યુ છે.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!