GSTV
Home » News » ચંન્દ્રયાન-2 ના લોન્ચિંગ માટે ISROએ જાહેર કરી નવી તારીખ, ભારતનું સૌથી મહત્વાકાંક્ષી મિશન

ચંન્દ્રયાન-2 ના લોન્ચિંગ માટે ISROએ જાહેર કરી નવી તારીખ, ભારતનું સૌથી મહત્વાકાંક્ષી મિશન

ભારતના સૌથી મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2ને ફરી લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે 15 જુલાઇના રોજ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતું. પરંતુ જીએસએલવી એમકે-થ્રીમાં ક્રાયોજેનિક સ્ટેજ પર આખરી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા લોન્ચિંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. હાલમાં ઇસરોના એન્જિનિયર આ ટેકનિકલ ખામીને દૂર કરી દીધી છે. હવે આવતા સોમવારે 22મી જુલાઇના રોજ બપોરે 2.43 વાગ્યે લોન્ચ કરશે.

ચંદ્રયાનનું લક્ષ્ય એક વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવવાનું છે, પણ યોગ્ય સમય પર લોન્ચ ન થવાને કારણે આ સમય 6 મહિના સુધી ઘટી શકે છે.

નોંધનીય છે કે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી) પરથી મોડી રાત્રે ૨.૫૧ કલાકે છોડવાનું હતું પણ અંતીમ ક્ષણે જ રદ કરી દેવાયું. આ ચંદ્રયાન-૨ના મિશન પાછળ આશરે ૯૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને તેને ચંદ્ર પર પહોંચવામાં આશરે ૫૪ દિવસનો સમય લાગશે.

અત્રે મહત્વનું છે કે દેશની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન(ISRO) દ્વારા બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેક્નિકલ ખામીને કારણે રોકી દેવાયું હતું. લોન્ચ થવાના 56.24 સેકન્ડ પહેલા જ ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-૨ ચંદ્ર પર એવા સ્થળે જવાનું છે કે જ્યાં આજદિન સુધી કોઇ પણ દેશનું યાન નથી પહોંચી શક્યું જે પણ એક પ્રકારનો ઇતિહાસ જ ગણાશે. પરીક્ષણની સાથે તેનું લેન્ડિંગ પણ એટલુ જ જોખમી છે, જે અંતીમ ૧૫ મિનિટ હોય છે તેમાં જ સૌથી વધુ ખતરો હોય છે જો તેમાંથી બહાર આવી ગયા તો આ મિશન સફળ થઇ જશે.

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!