GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ચંદ્ર પર સૂર્યોદય થતા ISROની આશા થઈ જીવંત, લેન્ડર સાથે હવે ચંદ્ર પર થશે કંઈક આવું

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ તાજેતરમાં જ ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેવાયેલી ચંદ્રની તસવીરો જાહેર કરી હતી. આ તસવીરો ઓર્બિટરમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા મારફત લેવાઈ હતી. દરમિયાન ચંદ્ર પર ફરી દિવસ ઊગવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ સાથે ઈસરોના વૈજ્ઞાાનિકોમાં વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્કની આશા જાગી છે. ચંદ્રની સપાટી પર સૂર્ય પ્રકાશ પડવાની સાથે વિક્રમ લેન્ડરની સૌર પેનલો ફરી ચાર્જ થઈ શકે છે.

સૌર પેનલ ચાર્જ થઈને ફરીથી કામ કરશે

ઈસરોના વૈજ્ઞાાનિકોનું માનવું છે કે વિક્રમ લેન્ડરમાં લાગેલી સૌર પેનલો ચાર્જ થઈને ફરીથી કામ કરવાનું શરૂ કરી દે તો વિક્રમ સાથે ફરીથી સંપર્ક થઈ શકે છે. વિક્રમ લેન્ડર પર લાગેલી સૌર પેનલો સૂર્ય પ્રકાશના માધ્યમથી લેન્ડરની બેટરીને ચાર્જ કરી શકે છે.

સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2ના ભાગરૂપ વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ ગયું હતું. ઈસરોએ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાના અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ ચેંદ્ર પર 14 દિવસની રાત્રી શરૂ થઈ જતાં ઈસરોની વિક્રમ સાથેના સંપર્કની આશાઓ પડી ભાંગી હતી.

વૈજ્ઞાનિકોને સંપર્કની આશા

પરંતુ હવે ફરીથી ચંદ્રની સપાટી પર દિવસની શરૂઆત થતાં વૈજ્ઞાાનિકોમાં સંપર્કની આશા જાગી છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે સૂર્ય પ્રકાશ ફરી એક વખત લેન્ડરને જીવંત કરી શકે છે, જેથી તેની સાથે ફરી એક વખત સંપર્ક કરવામાં મદદ મળશે. દરમિયાન ઈસરોએ તાજેતરમાં જાહેર કરેલી ચંદ્રની તસવીર ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા લેવાઈ છે.ઓર્બિટરના હાઈ-રિઝોલ્યુશન કેમેરાએ ચંદ્રની સપાટીથી 100 કિ.મી.ની ઊંચાઈથી દક્ષિણ ધૂ્રવમાં સિૃથત બોગસ્લાવસ્કી ઈ ક્રેટર અને તેની આજુબાજુની તસવીર લીધી છે. આ ક્રેટરનો વ્યાસ 14 કિ.મી. અને ઊંડાઈ 3 કિ.મી. જેટલી છે. ઈસરોએ જાહેર કરેલી આ તસવીરોમાં ખાડા અને પથૃથરો જોવા મળે છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!