GSTV
Home » News » હ્દયનાં ધબકારા થંભાવી દેનારી ક્ષણ હશે, ચંદ્ર પર ચંદ્રયાન-2ની લેન્ડિંગ પર બોલ્યા ઈસરો પ્રમુખ

હ્દયનાં ધબકારા થંભાવી દેનારી ક્ષણ હશે, ચંદ્ર પર ચંદ્રયાન-2ની લેન્ડિંગ પર બોલ્યા ઈસરો પ્રમુખ

ચંદ્રયાન-2ના લેન્ડર “વિક્રમ”નું ચંદ્રની સપાટી પર ઐતિહાસિક “સોફ્ટ લેન્ડિંગ” પર ભારતની સાથે સાથે સમગ્ર દુનિયા નજર રાખી રહી છે. ઈસરોનાં વૈજ્ઞાનિક પણ પુરી રીતે મિશન ચંદ્રયાન-2 અને તેની દરેક અપડેટ પર નજર રાખીને બેઠા છે. 22 જૂલાઈએ જ્યારે ચંદ્રયાન-2એ ઉડાન ભરી ત્યારથી ઈસરોનાં વૈજ્ઞાનિકોની ટીમ દરેક દિવસે 16-16 કલાક કામ કરી રહી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ની સોફ્ટ લેન્ડિંગ પર વૈજ્ઞાનિક મિશન ઓપરેશન કોમ્પલેક્સથી ટેલીમેટ્રી પારામીટર્સને ટ્રેક કરી રહ્યા છે. ચંદ્રયાન-2ની લેન્ડિંગને લઈને ઈસરો પ્રમુખ સિવને કહ્યુ છેકે, જ્યારે તે લેન્ડ કરશે, તે સમયે ઘણી ગભરાહટ થશે.

ઈસરોનાં પ્રમુખ સિવને ચંદ્રમા પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગની 15 મિનીટને આતંકની 15 મિનીટના રૂપમાં વર્ણિત કરી છે. આ અમારા માટે હ્દયનાં ધબકારા થંભાવનારી ક્ષણ હશે. દરેકની નજર લેન્ડિંગ પર ટકેલી છે. ટેલીમેટ્રી પેરામીટર અમને જણાવતું રહેશેકે, અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. પરંતુ સાથે જ આગળની ક્ષણે શું થશે તેના વિશે ગભરાહટ થાય છે.

સિવને જણાવ્યુ હતુકે, મિશન ચંદ્રયાન યોજના મુજબ આગળ વધી રહ્યુ છે. અને તેના લેન્ડિંગની પ્રક્રિયા સામાન્ય ગતિથી ચાલી રહી છે. અંતરિક્ષ એજન્સીનાં અધ્યક્ષ કે.સિવને કહ્યુકે, પ્રસ્તાવિત સોફ્ટ લેન્ડિંગ હ્દયનાં ધબકારા થંભાવી દેનારું હશે. ઈસરોએ આવું પહેલાં ક્યારેય કર્યુ નથી.

READ ALSO

Related posts

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!