GSTV
India News ટોપ સ્ટોરી

UPમાં જામશે જંગ/ ગોરખપુરમાં યોગીને ટક્કર આપવા ભીમ આર્મીના ચંદ્રશેખર રાવણ પણ ત્યાંથી લડશે ચૂંટણી, યોગીની થશે અગ્નિપરીક્ષા

આઝાદ સમાજ પાર્ટીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ગોરખપુર શહેર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમણે ગુરૂવારે આ અંગેની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, ગોરખપુર શહેરમાં આ વખતે યોગી આદિત્યનાથ પણ મેદાનમાંથી છે. ત્યારે આવા સમયે હાલના ધારાસભ્ય ડો. રાધા મોહન દાસ અગ્રવાલની ટિકિટ અહીંથી કપાઈ ગઈ છે. ચંદ્રશેખર આઝાદે એક પ્રેસ કોન્ફરંસ કરીને તેની જાહેરાત કરતા યુપીમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમે પરિવર્તનની લડાઈ લડી રહ્યા છીએ.

કોણ છે ચંદ્રશેખર આઝાદ

છુટમલપુરની પાસે આવેલા ગામ ધડકોલીના રહેવાસી ચંદ્રશેખર આઝાદે એલએલબીનો અભ્યાસ દેહરાદૂનથી કર્યો છે. વર્ષ 2015માં ભીમ આર્મી ભારત એકતા મિશનનું ગઠન કર્યું હતું. જેના તેઓ સંસ્થાપક છે. મે 2017માં જ્યારે શબ્બીરપુર ગામમાં જાતિય હિંસા થઈ તો ભીમ આર્મીના કાર્યકર્તાઓએ અહીં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

જેલમાંથી છૂટ્યા બાદ ચંદ્રશેખરે મિશન ચાલું રાખ્યું અને દલિતો વિરુદ્ધ થતાં મામલા પર કાર્યવાહી કરવાની માગ ઉઠાવતા રહ્યા. હાથરસની દિકરી સાથે હૈવાનિયતના મામલાને લઈને રાદસ્થાન અને હરિયાણમાં થયેલી દુર્ઘટનાઓના વિરોધમાં પણ પ્રદર્શન કર્યા. આ ઉપરાંત દિલ્હીમાં સંત રવિદાસ મંદિર હટાવાના આદેશને રોકવા માટે પણ તેમણે આંદોલનો કર્યા હતાં.

ભીમ આર્મી દલિત સમુદાય માટે શિક્ષણને લઈને પ્રયાસો કરતું રહે છે. ભાદો ગામમાં આ સંગઠને એક સ્કૂલ પણ ખોલી છે. જ્યારે અન્ય જિલ્લામાં ભીમ આર્મીની ટીમ દ્વારા સ્કૂલોમાં પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ ગ્રુપ ખૂબ જ સક્રિય રહે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan

BIG BREAKING: ગહલોતના પાયલટ પરના નિવેદને મચાવી રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, શું મહારાષ્ટ્ર જેવું સંકટ સર્જાશે?

pratikshah

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah
GSTV