GSTV
India News ટોપ સ્ટોરી લોકસભા ચૂંટણી 2019

ચંદ્રશેખર આઝાદ સાથે પ્રિયંકાની મુલાકાત બાદ ભાજપ અને દલિત મતદારો વચ્ચે શું ફરક પડશે જાણો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મેરઠની એક હોસ્પિટલમાં દાખલ ભીમ આર્મીનાં નેતા ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી સાથે યુપી પશ્ચિમનાં પ્રભારી અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધીયા પણ હાજર રહ્યા હતાં. આ સાથે જ રાજકિય અટકળો તેજ થઈ રહિ છે કે, શું ચંદ્રશેખર કોંગ્રેસમાં સામેલ થશે કે પછી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. કારણ કે તેમણે આજે  ચંદ્રશેખરે એલાન કર્યુ હતું કે તે આગામી લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે લડશે.

ચંદ્રશેખર સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા જણાંવ્યું કે,આ અહંકારી સરકાર છે જે યુવાનોની અવાજ દાબી દેવા માંગે છે. આ યુવાનો છે, સરકારે રોજગારી આપી નહિ. તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. આ સરકાર નવયુવાનોની અવાજ દબાવવા માંગે છે. અહિં આવવા પાછળ કોઈ રાજકિય ઇરાદો નથી.

પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, મારી બહેન પ્રિયંકા ગાંધી મને મળવા આવ્યા હતાં. તેમણે મારા ખબર-અંતર પુછ્યા હતાં. હું બહુજન સમાજમાં પેદા થયો છું અને બહુજન સમાજ મા જ મરીશ. પ્રધાનમંત્રી મોદી જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી હું લડીશ. અમે મોદીજીને હરાવીશું, તેમને પરત ગુજરાત મોકલીશું. હું ગઠબંધનને સમર્થ આપું  છું.

ભીમ આર્મીનાં અધ્યક્ષ ચંદ્રશેખરે જણાંવ્યું હતું  કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રક મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે. તેઓ પહેલા પોતાનાં સંગઠનમાંથી મજબૂત ઉમેદવાર ઉભો રાખશે. જો ઉમેદવાર નહિ મળે તો ચંદ્રશેખર ખુદ મોદી સામે ઉમેદવારી કરશે.આગામી 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી નિકળશે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થશે.

મહત્વનું છે કે ગત મંગળવારે પોલીસે ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખરની દેવબંદથી ધરપકડ કરી હતી. ચંદ્રશેખર પર આરોપ છે કે તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે.ત્યારબાદ તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યારે આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાએ હોસ્પિટલમાં ચંદ્રશેખરનાં ખબર-અંતર પુછવા આવ્યા હતાં.

READ ALSO

Related posts

આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ

pratikshah

અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ

pratikshah

દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા

pratikshah
GSTV