GSTV

ચંદ્રશેખર રાવણની મોટી જાહેરાત/ સપા સાથે અમારૂ ગઠબંધન નહીં થાય, અખિલેશને દલિતોની નથી જરૂર, એકલા હાથે લડીશું ચૂંટણી

Last Updated on January 15, 2022 by Pravin Makwana

યુપીની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ચંદ્રશેખર રાવણનું ગઠબંધન નહીં થાય. લખનઉમાં શનિવારે કરેલી એક પ્રેસ કોન્ફરંસને સંબોધન કરતા ચંદ્રશેખર રાવણે કહ્યું હતું કે, અખિલેશ યાદવને દલિતોની જરૂર નથી. તેમણે કહ્યું કે, ભાજપને રોકવા માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. ચંદ્રશેખરે પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખરે કહ્યું છે કે, હું સ્વાભિમાનની લડાઈ લડું છું. બે બે વાર તિહાડ જેલમાં જઈને આવ્યો છું. મારી લડાઈ ક્યારેય સત્તાની રહી નથી.

ચંદ્રશેખરે આગળ કહ્યું કે, વિપક્ષને એક સાથે લાવવાની કોશિશ હજૂ પણ ચાલું છે. જો કે, હજૂ પણ બીએસપી સાથે ગઠબંધન થયું નથી. તેમણે કહ્યું કે, આગામી બે દિવસ સુધી સતત અમે વિપક્ષને એક કરવાની કોશિશ કરતા રહીશું. ચંદ્રશેખરે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં સતત દલિતો અને શોષિતો વિરુદ્ધ અન્યાયની લડાઈ લડી છે. હું મુદ્દા પર વાત કરું છું.

ચંદ્રશેખરે કહ્યું કે, 6 મહિના પહેલાથી બહુજન સમાજને એક કર્યો અને અખિલેશ યાદવ સાથે મળતો રહ્યો. અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત ચાલી. છેલ્લા થોડાક દિવસોથી હું લખનઉમાં છું. મારા લોકોને ડર હતો કે, અમારો નેતા પણ સપા સાથે જાય છે પણ અખિલેશને દલિતોની જરૂર નથી. અખિલેશે બહુજન સમાજને અપમાનિત કર્યો છે. બહુજન સમાજની અંદર એક ડર હતો. અમે કાંશિરામને અમારા નેતા માનીએ છીએ.

ચંદ્રશેખરે આગળ કહ્યું કે, અખિલેશને વંચિત વર્ગ ચિંતા હોય કે ન હોય, મને તેમની ચિંતા છે. એટલા માટે પીઠમાં દુખાવો હોવા છતાં પણ હું બે દિવસથી લખનઉમાં છું. મેં અખિલેશના જવાબની રાહ જોઈ. પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજી શક્યા નહીં. ચંદ્રશેખરે અખિલેશ પર દલિતોના મામલે ચૂપ રહેવાનો પણ આરોપ લગાવ્યો છે. એવું પણ કહ્યું કે, અખિલેશ યાદવે દલિતોની લીડરશિપને નકારી દીધી છે. તેમણે મારુ અપમાન કર્યું છે. ભાજપ દલિતોના ઘરે ખાવાનું ખાઈને નાટક કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટી પણ એજ ટ્રેકમાં છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana

જાણવા જેવું/ શું આપ જાણો છો કે, સિલ્ક કેવી રીતે બને છે, સૌથી પહેલા આ દુનિયામાં કોણે તેની શોધ કરી, ભારતમાં કઈ રીતે આવ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!