GSTV
Home » News » આ વ્યક્તિએ તૈયાર કરી છે રામમંદિરની ડિઝાઈન, આટલા વર્ષમાં તૈયાર થશે મદિર

આ વ્યક્તિએ તૈયાર કરી છે રામમંદિરની ડિઝાઈન, આટલા વર્ષમાં તૈયાર થશે મદિર

રામમંદિરની ડિઝાઇન તૈયાર કરનારા ચંદ્રકાત સોમપુરાએ ચુકાદાને આવકાર્યો હતો. ચંદ્રકાંત સોમપુરા સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી. ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું હતું કે રામમિંદરમાં બે મજલા હશે. નીચેના મજલો રામ મંદિરના બાલ્યાવસ્થા પર હશે. મંદિરની કામગીરી બેથી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. આ મંદિરના નિર્માણમાં પત્થરોનો વધારે ઉપયોગ થશે. જ્યારે સિમેન્ટનો ઉપયોગ નહીવત હશે.

70 વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ અને 40 દિવસની મેરેથોન સુનાવણી બાદ અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટનો બહુપ્રતિક્ષિત ફેસલો આખરે આવી ગયો. સુપ્રીમે આદેશ આપ્યો કે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીન પર રામલલાના મંદિરનું નિર્માણ થાય. જ્યારે કે મસ્જિદ નિર્માણ માટે અલગથી પાંચ એકર જમીન આપવામાં આવે. સુપ્રીમના પાંચ જજોની બેન્ચે સર્વસહમતી એટલે કે 5-0થી ઐતિહાસિક જજમેન્ટ આપ્યું.

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનો ચુકાદો આપ્યો. બંધારણીય ખંડપીઠ દ્વારા 45 મિનિટ સુધી વાચવામાં આવેલા 1045 પાનાના નિર્ણયથી દેશના ઇતિહાસમાં સૌથી મહત્વ અને એક સદી કરતા જૂના વિવાદનો અંત આવ્યો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.એ.બોબોડે, જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠે આ ઐતિહાસીક ચુકાદો આપ્યો.

સીજેઆઇ રંજન ગોગોઇ ચુકાદો સંભળાવતા જણાવ્યું કે વિવાદિત 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને આપવામાં આવે. વિવાદિત જમીનના આંતરિક અને બહારી ભાગમાં રામલલા વિરાજમાનનો હક છે. કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટની રચના કરે. જેમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવે. ટ્રસ્ટમાં સભ્યોની પસંદગીનો અધિકાર કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે. ટ્રસ્ટની રચના થયા બાદ વિવાદિત જમીન અને અધિગ્રહણ જમીન ટ્રસ્ટને સોપવામાં આવે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરાશે.. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ અન્ય કોઇ સ્થળે પાંચ એકર જમીન આપવામાં આવે. જમીન ક્યા આપવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર અથવા ઉત્તર પ્રદેશ સરકાર કરે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા વિવાદિત જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવાનો નિર્ણય તાર્કિક નહોતો. જેથી સ્પષ્ટ થઇ ગયું હતુ કે આ મામલામાં રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડ એમ બે જ પક્ષ રહ્યા. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે તોડી પાડવામાં આવેલી મસ્જિદનું માળખું ભગવાન રામનું જન્મસ્થળ છે અને હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે.

READ ALSO

Related posts

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Arohi

20મી સુધી આકાશમાં જોવા મળશે આ અદૂભૂત નજારો, સૌરાષ્ટ્રવાસીઓને મળશે સૌથી વધારે લાભ

Arohi

Bigg Boss 13માં આવશે સૌથી મોટો ટ્વિસ્ટ, બિગબૉસના ઘરમાં પરણી જશે આ બંને કન્ટેસ્ટન્ટસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!