GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ચંદ્રગ્રહણની આ રાશિઓ પર પડશે ખૂબ જ ખરાબ અસર, જાણો કઈ રીતે બચી શકાય

ગુરૂપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થવાનું છે ત્યારે કોઇપણ ગ્રહણની દરેક રાશિઓ પર વતા ઓછા પ્રમાણમાં અસર થતી હોય છે. ત્યારે આ વખતે સર્જાનારી ચંદ્રગ્રહણની ખગોળીય ઘટનાની પણ વિવિધ રાશિઓ પર સારી અને ખરાબ અસર પડશે. જેમાં કર્ક, તુલા, કુંભ અને મીન રાશિ પર આ ચંદ્રગ્રહણની શુભ અસર થશે. તો મેષ, મિથુન, સિંહ અને વૃષ્ચિક રાશિ પર મધ્યમ અસર થશે. તો વૃષભ, કન્યા, ધન અને મકર રાશિ પર આ ચંદ્રગ્રહણની અશુભ અસર પડશે તેવું જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે.

રાશિ પર અસર

શુભ અસર

  • કર્ક
  • તુલા
  • કુંભ
  • મીન

મધ્યમ અસર

  • મેષ
  • મિથુન
  • સિંહ
  • વૃષિક

અશુભ અસર

  • વૃષભ
  • કન્યા
  • ધન
  • મકર

ગ્રહણ કેવી રીતે થાય છે તેને લઇને સામાન્ય લોકોમાં હંમેશા ઉત્સુક્તા હોય છે. ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જો વાત કરવામાં આવે તો ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના સર્જાતી હોય છે. તો જ્યોતિષની દ્રષ્ટીએ રાહુ અને કેતુ દ્વારા થાય છે. ત્યારે જ્યોતિષિની દ્રષ્ટીએ ગ્રહણ સમયે માનસિક જપ તેમજ પૂજા પાઠ કરવા તેમજ હોમ અને દાનનો સંકલ્પ કરી શકાય છે.જેમાં ગ્રહણ પહેલા વાળ કોરા કરવાનું સૂચન કરાય છે. તો ખોરાક, કપડા તેમજ પાણીને ઢાંકવું જોઇએ તેમજ દર્ભ મૂકવાની પણ સલાહ આપવામાં આવે છે. તો ગ્રહણ પછી માથુ પલાળીને સ્નાન કરવું જોઇએ તેમજ દાન રવાનો મહિમા છે.

ચંદ્ર ગ્રહણમાં શું કરવું ?

  • માનસિક જપ, પૂજાપાઠ કરવા
  • હોમ અને દાનનો સંકલ્પ કરી શકાય
  • ગ્રહણ પહેલા વાળ કોરા કરવા
  • ખોરાક, કપડા, પાણીને ઢાંકવું, દર્ભ મૂકવો
  • ગ્રહણ પછી માથુ પલાળીને સ્નાન કરવું
  • દાન કરવું

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!