GSTV
Bollywood Entertainment Trending

સલમાન ખાન પહેલા આ પ્રખ્યાત અભિનેતાને ઓફર થઈ હતી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’, હવે થઈ રહ્યો છે અફસોસ

બોલિવુડના એક્ટર ચંદ્રચૂડસિંહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 1990ના દાયકામાં તેની ચર્ચા જોર પર હતી. તાજેતરમાં જ ચંદ્રચૂર સિંહે એક ખુલાસો કર્યો છે કે, કુછ કુછ હોતા હૈમાં જે રોલ સલમાન ખાને કર્યો છે તે અગાઉ તેને ઓફર કરવામાં આવ્યો હતો. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કુછ કુછ હોતા હૈ માટે મને કરણ જોહરે ઓફર કરી હતી. જે મેં નકારી કાઢી હતી. મારા માટે આ નુકસાન હતું કેમ કે, તે શાનદાર ફિલ્મ હતી. આખરે જે થવાનું હતું તે જ થયું, પરંતુ આ એક નિર્ણય હતો અને તેનાથી મને શીખવા મળ્યું.

મોટો એક્ટર આ રોલ માટે હા પાડશે નહીં

વધુમાં ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, તેની ફિલ્મો બંધ પડી જતાં તે ડિસ્ટર્બ થઈ ગયો હતો. તે ફિલ્મ દરિયામાં તબ્બુ સાથે આવવાનો હતો, પરંતુ તે ફિલ્મ બંધ થઈ ગઈ. તદ્ઉપરાંત દીપા મહેતાની ફિલ્મ અર્થમાં પણ તેને ઓફર હતી જે રોલ બાદમાં રાહુલ ખન્નાએ કર્યો હતો. કરણ જોહરે એક વાર કુછ કુછ હોતા હૈ અંગે જણાવ્યું હતું કે, આ ત્રણ એક્ટરે અમનનો રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. મને લોકો એમ કહેતા હતા કે કોઈ મોટો એક્ટર આ રોલ માટે હા પાડશે નહીં. આમ થતાં હું ટેન્શનમાં આવી ગયો હતો.

સુપરહિટ પુરવાર થઈ હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં આવેલી કરણ જોહરના ડાયરેક્શનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ સુપરહિટ પુરવાર થઈ હતી. જેમાં શાહરુખ ખાન, કાજોલ, રાની મુખરજી, સલમાન ખાન અને અનુપમ ખેરે રોલ કર્યા હતા.

READ ALSO

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV