GSTV

ચંદ્રાબાબુ નાયડુ જન્મદિવસ પર કરશે ઉપવાસ જાણો શું છે કારણ

andhra pradesh election

Last Updated on April 15, 2018 by Mayur

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ પોતાના જન્મદિવસ 20મી એપ્રિલે ઉપવાસ કરવાના છે. ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશ સાથે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં જન્મદિવસે ઉપવાસ કરવાનું એલાન કર્યું છે. આના સંદર્ભે ચંદ્રાબાબુ નાયડુએ આંબેડકર જયંતી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઘોષણા કરી હતી. 20મી એપ્રિલે તેઓ સવારથી સાંજ સુધી ઉપવાસ કરવાના છે. ચંદ્રાબાબુએ કહ્યુ છે કે ટીડીપી ક્યારેક કિંગમેકર બનીને ઉભરી હતી અને નિર્ણય કરતી હતી કે કેન્દ્રમાં કોની સરકાર બનશે તથા કોણ વડાપ્રધાન બનશે. નાયડુએ કહ્યુ છે કે ટીડીપી જ એક એવી પાર્ટી હશે કે જે ભવિષ્યમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી શકશે. તેમણે આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર ટીડીપીને જીતાડવા માટે રાજ્યની જનતાને હાકલ પણ કરી છે. મહત્વપૂર્ણ છે કે આંધ્રપ્રદેશને અન્યાયના મામલે તાજેતરમાં ટીડીપીએ એનડીએ અને કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડયો હતો.

CRICKET.GSTV.IN

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!