GSTV
Home » News » ફરી ધુણ્યું EVMનું ભૂત: 20 જેટલા વિપક્ષોએ દિલ્હીમાં બેઠક કરી, ચંદ્રાબાબુ બોલ્યા,અમને…

ફરી ધુણ્યું EVMનું ભૂત: 20 જેટલા વિપક્ષોએ દિલ્હીમાં બેઠક કરી, ચંદ્રાબાબુ બોલ્યા,અમને…

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન બાદ વિપક્ષે ફરીવાર ઈવીએમ અને વીવીપેટમાં ગડબડીનો મુદો ઉઠાવ્યો છે.  આ મામલે દિલ્હીમાં વિપક્ષી દળની બેઠક બોલાવવામાં આવી. જેમા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ હાજર રહ્યા. બેઠક બાદ વિપક્ષી નેતાએ ઈલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ગડબડીનો આરોપ લગાવ્યો અને આ મામલે  વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમમાં જવાનું પણ નક્કી કર્યુ છે. 

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, પહેલા તબક્કાના મતદાન દરમ્યાન  ઈવીએમમાં ગોટાળો કરવામાં આવ્યો. જેથી ઈવીએમ અને વીવીપેટ મામલે ફરીવાર સુપ્રીમમાં અરજી કરવામાં આવશે. લાખો મતદારોના નામ તપાસ કર્યા વગર હટાવી દેવામાં આવ્યા. જેની એક યાદી ચૂંટણી પંચને સોંપવામાં આવી છે.  અભિષેક મનુ સિંઘવી બાદ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે, દુનિયામાં 191 દેશોમાંથી માત્ર 18 દેશોમાં જ ઇવીએમ મશીન થી મતદાન કરવામાં આવે છે. ચૂંટણી પંચ કોર્ટમાં ખોટું બોલે છે. એક વિધઆનસભામાં મહત્તમ 24 કલાક જેટલો સમય લાગે છે. હારને કારણે હું આરોપ લગાવતો નથી. સો ટકા હું ચૂંટણી જીતીશ.ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરતું નથી.

ત્યારે આ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ઈવીએમ ખરાબ નથી પરંતુ તેમા છેડછાડ કરવામાં આવી રહી છે. છેડછાડ કરેલી ઈવીએમના ઉપયોગના કારણે ભાજપને મત જાય છે. ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન મુદ્દે વિપક્ષે એકસાથે હલ્લાબોલ કર્યો છે અને બેલેટ પેપરની માગ કરી છે. લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનનાં બે દિવસ પછી અંદાજીત 20 પક્ષોએ EVM મશીન મામલે બેઠક કરી હતી. તેમજ પચાસ ટકા વીવીપેટ ને  ઇવીએમ મશીન સાથે મેળવવાની માગ સાથે સુપ્રિમ કોર્ટમાં જવાની વાત કરી છે. આ સાથે જ વિપક્ષોએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી. પરંતુ લોકસભા ચૂંટણી ચાલું હોય તેથી આટલા ઓછા સમયમાં આ વ્યવસ્થા થઇ શકે નહિં. આ સ્થિતીને જોતા વિપક્ષે માગ કરી છે કે આ ચૂંટણીમાં ઓછામાં ઓછા 50 ટકા મતદાન સ્લીપ મેળવવાની વાત કરી છે.

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને જાણીતા વકિલ કપિલ સિબ્બલે જણાંવ્યું છે કે,અમને મતદારો પર વિશ્વાસ છે પરંતુ મશીન પર નહિં. વીવીપેટની માગ પર ચૂંટણી પંચ કેમ આંખ આડા કાન કરે છે. 170 ટકા મતદારો ઇચ્છે છે કે વીવીપેટથી મતદાન કરવામાં આવે. 24 કલાક માટે અમને ઇવીએમ મસીન આપો,અમે ગડબડી પકડી પાડીશું. આ બધું કોર્ટ માટે મુશ્કેલ છે,તેથી તેઓ ગ્રાઉન્ડ લેવલ પર જોઇ શકે નહિં.

મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યા હતાં કે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ મતદાન કેન્દ્ર પર કોઇ પણ મતદાન સ્લીપને ઇવીએમ સાથે વધુ માં વધુ મેળવવામાં આવે. કોર્ટનું એવલોકન છે કે આવું કરવાથી માત્ર રાજકિય પક્ષો નહિં પરંતુ મતદારને પણ સંતુષ્ટી મળશે.

READ ALSO

Related posts

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi