GSTV
Home » News » PM મોદી માટે ખુશખબર, આ નેતાએ કહ્યું હું મોદી સામે વારાણસીથી ચૂંટણી નહીં લડુ કારણ કે…

PM મોદી માટે ખુશખબર, આ નેતાએ કહ્યું હું મોદી સામે વારાણસીથી ચૂંટણી નહીં લડુ કારણ કે…

modi in gujarat

આ વખતે 2019ની લોકસભા પીએમ મોદી વારાણસીથી લડવાનાં છે એવામાં ઘણા ઉમેદવારો મોદીના વોટની કટોતી કરવા માટો ફોર્મ ભરવાનાં હતા. પરંતુ હવે મોદી માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણે જાહેરાત કરી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી નહીં લડે. ચંદ્રશેખરે ચૂંટણી ન લડવાનું કારણ પણ જાહેર કર્યું છે. ચંદ્રશેખર કહે છે કે તેમણે ચૂંટણી લડવાની ના પાડી હોવાનો નિર્ણય કર્યો છે કારણ કે તેઓ ગઠબંધનને નબળું કરવા નથી માંગતા. તેમના સંગઠનનો સાથ સપી બીએસપીને મળશે. ચંદ્રશેખરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ વડા પ્રધાન મોદી સામે વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે.

ચંદ્રશેખરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ” પહેલા મને હતું કે મહા ગઠબંધન મને ટેકો આપશે. પરંતુ જોડાણનો મને કોઈ જ ટેકો ન મળ્યો હોવાથી હું નિરાશ થયો છું. મારો અંતિમ હેતુ નરેન્દ્ર મોદીને હરાવવાનો છે. બહુજન મત મારા લડાઈ દ્વારા વિભાજિત થઈ જશે. જો ફૂટ પડશે તો લૂંટ મચી જશે. ‘ ન તો મહા ગઠબંધને કે ન તો કૉંગ્રેસે વારાણસીમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધના કોઈ પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. પરંતુ પહેલા જ મોદીએ નામ જાહેર કરી દીધું કે તેઓ આ વખતે ચૂંટણી વારાણસીથી લડશે.

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ સમર્થકના પ્રશ્નનો જવાબ વારાણસીથી મોદી સામે લડવાની વાત કરી હતી પણ તે પહેલા પ્રિયંકાની પહેલી પસંદ બનારસ છે. પ્રિયંકા પણ આ વિશે ખૂબ ગંભીર છે. તેથી જયારે રાયબરેલીમાં કાર્યકરો સાથે એક બેઠક પર ચૂંટણી લડવાની માંગ કરી ત્યારે પ્રિયંકાએ હસીએ કહ્યું કે શું હું બનાસરથી લડી નાખું?”

Ravindra Jaiswal bjp

આ પહેલા મોદી સામે 42 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવવી હતી. તેમાંથી 20 ઉમેદવાર અપક્ષ હતા. આ પહેલા નરેન્દ્ર મોદીએ કેજરીવાલને 3,71,784 મતોના માર્જિનથી હરાવ્યાં હતાં. મોદીને 581,022 મતો મળ્યા હતાં. જ્યારે આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 2,09,238 મત મળ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ત્રીજા નંબર પર અને એનાં ખાતામાં ફક્ત 75,614 મત આવ્યા હતાં

ચંદ્રશેખર આઝાદ કોણ છે

સહનપુરના શબીરપુરમાં દલિતો અને રાજપુત વચ્ચેના સામ્રાજ્ય સંઘર્ષમાં ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરનું નામ પ્રખ્યાત હતું. આ વંશીય સંઘર્ષ મે 2017માં થયો હતો. આ બનાવ પછી ચંદ્રશેખરની જૂન 2017માં ધરપકડ કરવામાં આવી હતી અને યોગી સરકારે તેમના પર રસુક લાદ્યો હતો. નવેમ્બર 2018માં કોર્ટમાંથી જામીન મેળવ્યા પછી ચંદ્રશેખર જેલમાંથી બહાર આવ્યા અને ત્યારથી તે રાજકારણમાં સક્રિય છે,

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!