૨૧ જાન્યુઆરીએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ એટલે આજે છે. આ ચંદ્રગ્રહણને બ્લડ વોલ્ફ ચંદ્ર પણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગની સાથે તાંબાના રંગમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ પોષ મહીનાની ચોથી પૂર્ણિમાએ એટલે ૨૧ જાન્યુઆરી સવારે 9.04 મિનીટે ચાલુ થઈ ગયું છે અને બપોરે 3 :33 મિનિટ પર પૂર્ણ થઈ જશે. ચંદ્રગ્રહણ પછી એવા કેટલાક કાર્ય છે જે કરવાથી તેની ખરાબ અસર સામાન્ય માનવી પર થતી નથી.

જાણો એ ક્યાં કાર્યો છે જે ચંદ્રગ્રહણ પછી કરવા જોઈએ…
• ગ્રહણ પછી પહેલાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કરીને પૂજા કરવી અને પૂજા કરતાં પહેલાં જમવું નહિ.
• ગ્રહણ દરમિયાન જે કપડાં પહેર્યાં હોય તે કપડાં ફરીથી પહેરવા નહિ. આ ગ્રહણવાળા કપડાંને દાન કરી દેવા જોઈએ.
• સ્નાન કરી સ્વચ્છ થયા પછી પહેલું કામ ઘર અને મંદિરની સફાઈ કરવી દેવી-દેવતાઓ ને ગંગા જળથી શુઘ્ઘ કરવા અને દેવી-દેવતાના વસ્ત્ર બદલી દેવાં જોઈએ.
• પુરા ઘરની સફાઈ પછી અગરબત્તીનો ધૂપ કરી ઘરને શુઘ્ઘ કરવું.
• પંડિતોનું કહેવું છે કે, ગ્રહણ પછી ભગવાન શિવની પુજા કરવી ફાયદાકારક રહે છે. આ પૂજા મંદિરમાં જઈને કરો તો ઘણો ફાયદો થશે.
• ચંદ્રગ્રહણ પછી પૂર્વજોની યાદમાં દાન કરવું જોઈએ. દાન કરવાથી ખરાબ અસર દૂર થાય છે.
• ગ્રહણનો પ્રભાવ ઓછો કરવો હોય તો માન્યતાની અનુરૂપ 3 સુકા નારિયેળ અને સવા કિલો સતનાજાના અનુરૂપ રૂપિયાનું દાન કરો અથવા પાણીમાં પધરાવો.
• તુલસીના પાનથી ચંદ્રગ્રહણ પ્રભાવિત થાય છે. જાણકારોનું કહેવું છે. પૂજા પહેલાં ગંગાજલ છંટકાવું જોઈએ.
આમ આ ઉપાયો અજમાવશે તો આજના ચંદ્રગ્રહણની ખરાબ અસરોનો તમે ભોગ બનશો નહીં અને આ ગ્રહણના પણ લાભ મેળવી શકશો. ચંન્દ્ર ગ્રહણ એ કુદરતી પ્રક્રિયા છે. જે વર્ષભર આવતું હોવાથી લોકોએ ડરના બદલે આ સમયને ટાળવાના ઉપાયો કરવા જોઇએ.
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…