GSTV
Home » News » 149 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, ગુરુ પૂર્ણિમાના દિવસે થશે ચંદ્ર ગ્રહણ

149 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, ગુરુ પૂર્ણિમાના દિવસે થશે ચંદ્ર ગ્રહણ

આ વખતે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 16 જુલાઇએ થશે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે ખાસ છે. આ વખતે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ ઉપરાંત આ ગ્રહણ આષાઢ માસની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે થશે. જ્યોતિષોની માનીએ તો આવો સંયોગ 149 વર્ષ બાદ બની રહ્યો છે.

ચંદ્ર ગ્રહણનો સમય

ચંદ્ર ગ્રહણ 16 જુલાઇની મધ્યરાત્રિએ ખંડગ્રાસ રાત 1 વાગીને 32 મિનિટે શરૂ થઇને 4 વાગીને 31 મિનિટ સુધી રહેશે. જો સૂતક કાળની વાત કરીએ તો તે 9 કલાક સુધી રહેશે. જે 16 જુલાઇની સાંજે 4 વાગીને 31 મિનિટથી શરૂ થશે.

149 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમા પર થયું હતું ચંદ્ર ગ્રહણ

12 જુલાઇ 1870ના રોજ 149 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર સાથે ઘન રાશિમાં સ્થિત હતુ. સૂર્ય, રાહુ સાથે મિથુન રાશિમાં સ્થિત હતાં.

અહીં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે.

ચંદ્ર ગ્રહણ બાદ જરૂર કરો આ કામ

ચંદ્ર ગ્રહણ પુરુ થયા બાદ ઘરમાં શુદ્ધતા માટે ગંગાજળનો છંટકાવ કરો.

ગ્રહણ બાદ સ્નાન કરીને ભગવાનની મૂર્તિને સ્નાન કરાવીને તેની પૂજા કરો.

ગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ઘરની બહાર ન નીકળે. જો બહાર જવું જરૂરી હોય તો ગર્ભમાં રહેલા બાળકની રક્ષા માટે ચંદન અને તુલસીના પાનનો લેપ જરૂર લગાવો.

Read Also

Related posts

આ અમેરીકન હોટ સિંગરના માનમાં કરણ જોહરે પોતાના ઘરમાં રાખી ભવ્ય પાર્ટી, કારણ છે કંઈક આવું

Arohi

પાકિસ્તાનનાં રેડિયોએ કર્યો દાવો, કુલભૂષણ જાધવ મામલામાં નથી થઈ કોઈ ડીલ

Mansi Patel

નોન ગ્લેમરસ લુકમાં જોવા મળશે બોલિવુડની આ સેક્સી મમ્મી, સરળ પોશાકમાં પણ લાગે છે હોટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!