GSTV
Home » News » 149 વર્ષો પછી થશે આ વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ, રાખો આ સાવધાનીઓ

149 વર્ષો પછી થશે આ વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ, રાખો આ સાવધાનીઓ

સુર્ય ગ્રહણ પછી હવે 16 તારીખે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ આવવાનુ છે. આ વખતે આ ચંદ્રગ્રહણ ગુરૂ પૂર્ણીમા ના દિવસે જોવા મળશે. આવો યોગ ફરી 149 વર્ષો પછી બનશે. આ પહેલા વર્ષ 1870મા આવો યોગ જોવા મળ્યો હતો. ખાસવાત એ છે કે આ વખતે ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. આ ગ્રહણ ત્રણ કલાક સુધી રહેશે.

ચંદ્ર ગ્રહણનો સમય

ચંદ્ર ગ્રહણ 16 જુલાઇની મધ્યરાત્રિએ ખંડગ્રાસ રાત 1 વાગીને 32 મિનિટે શરૂ થઇને 4 વાગીને 31 મિનિટ સુધી રહેશે. જો સૂતક કાળની વાત કરીએ તો તે 9 કલાક સુધી રહેશે. જે 16 જુલાઇની સાંજે 4 વાગીને 31 મિનિટથી શરૂ થશે.

અહીં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

ચંદ્ર ગ્રહણ ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે. હિન્દુ ધર્મમાં ગ્રહણને ખુબ જ મહત્તવ આપવામાં આવે છે. હિન્દુ પંચાંગની માનીએ તો આ વખતે ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂર્ણીમાંના રોજ થશે. આ ચંદ્રગ્રહણને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. ગ્રહણને લઈને કેટલીય માન્યતાઓ પણ પ્રચલીત છે.

આ ગ્રહણને લઈને પ્રચલિત કેટલાંક નિયમો

  • ગ્રહણ દરમિયાન અન્ન જળ ગ્રહણ નહીં કરવુ જોઈએ
  • ચંદ્ર ગ્રહણ દરમિયાન સ્નાન ન કરવુ જોઈએ
  • ગ્રહણને ખુલ્લી આંખોથી જોવુ ન જોઈએ તેની આંખો પર ખરાબ અસર પડે છે.
  • ગ્રહણના સમયે મંત્રોનો જાપ કરવો જોઈએ

ગ્રહણ પર લાભ મેળવવા માટે ભરો આ પગલાં

  • ઘરમાં જો કોઈ લાંબી બિમારી છે તો ગ્રહણ પછી ઘી અને ચોખાની ખીરનો હવન કરવાથી લાભ પ્રાપ્ત થશે
  • જો ચંદ્ર નબળા સ્થિતિમાં છે, તો ‘ઓમ ચંદ્રાય-નમહ’ નો જાપ કરવો લાભ કરશે.
  • ગ્રહણ દરમિયાન પ્રાણાયામ અને કસરત કરો, સકારાત્મક વિચારવું જોઈએ.
  • ગ્રહણના અંત પછી ગંગા જળને ઘરમાં શુદ્ધતા માટે છંટકાવ કરવો જોઈએ.
  • સ્નાન કર્યા પછી ઈશ્વરની મૂર્તિઓને સ્નાન કરાવીને પૂજા કરો.
  • જરૂરિયાતમંદ માણસને અને બ્રાહ્મણોએ અનાજ દાન કરવું જોઈએ.

READ ALSO

Related posts

જામનગરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva

Amazon Forest Fire: લોકો Jeff Bezosની મદદ કેમ માગી રહ્યા છે?

Path Shah

અપચો કે કબજીયાતની સમસ્યા રહે છે? અહીં જાણો રામબાણ ઈલાજ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!