GSTV

ચંદ્રાબાબુ નાયડૂએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા માટે દિલ્હીમાં રેલી કાઢી

Last Updated on February 12, 2019 by Mayur

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે દિલ્હીમાં ચંદ્રાબાબુ નાયડુએ રેલી કાઢી કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો. ચંદ્રાબાબુએ આંધ્ર પ્રદેશ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી હતી જેમા મોટી સંખ્યામાં ટીડીપીના સાંસદો અને ધારાસભ્યો જોડાયા હતા. ચંદ્રબાબુ નાયડુએ ગઈ કાલે આંઘ્ર ભવનમાં એક દિવસના ધરણા કર્યા હતા.

ધરણા દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી અને એનડીએ સરકાર દેશને વિભાજિત કરી રહી છે. તેઓ લોકો વચ્ચે ભાગલા પડાવી રાજકીય લાભ માટે ષડ્યંત્ર રચી રહ્યા છે. ત્યારે આ ધરણમાં એનસીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા, શરદ યાદવ, સપા નેતા મુલાયમસિંહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ પીએમ મનમોહનસિંહે પણ હાજરી આપી હતી.

ચંદ્રબાબુ નાયડુનો આરોપ છે કે, કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશની જનતા સાથે દગો કરી વિશેષ રાજ્યોનો દરજ્જા આપ્યો નથી.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!