GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

હોસ્પિટલમાં મહિલાના શબને ઉંદરોએ કોતરી ખાધું, બોડી જોઈને પરિવારજનોના ઉડી ગયા હોશ

પંજાબના મોહાલીથી એક હેરાન કરી નાંખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં ડેરાબસ્સી સ્થિત ઇંડસ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં મહિલાના શબને ઉંદરો ખાઈ જવાની ઘટના બની છે. ત્યાં ખવાઈ ગયેલું તૂટેલું ફૂટેલું શબ જોઈને પરિવારનાસભ્યોએ ખૂબજ બબાલ મચાવી દીધી હતી. પરિવારજનોએ વહિવટીતંત્ર પર લાપરવાહી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. જાણકારી મુજબ હાર્ટ સર્જરી માટે 51 વર્ષીય જસજોત કૌરનું ઓપરેશન પહેલા જ મોત થઈ ગયું હતું. આ પછી શબને હોસ્પિટલની ડેડબોડી વિભાગમાં રાખવામાં આવ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે સારવારમાં કરેલી લાપરવાહીને કારણે મહિલાનું મોત થઈ ગયું. શુક્રવારે જ્યારે શબ લેવા માટે પહોંચ્યા તો મૃતક મહિલાના હોઠ અને કાનને ઉંદરોએ કાતરી નાંખ્યા હતા. ગુસ્સામાં આવેલા પરિવારજનોએ હંગામો મચાવી દીધો હતો.

સારવારમાં લાપરવાહીનો હોસ્પિટલ પર લગાવ્યો આરોપ

પંચકુલા સેક્ટર 26 નિવાસી રિટાયર્ડ કર્નલ અમરજિતસિંહે જણાવ્યું કે 29 જુલાઈએ તેમની પત્ની જસજિત કૌરને હાર્ટ સર્જરી માટે ઈંડસ ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ ઓપરેશન પહેલા જ ગુરુવારે સવારે જસજોતનું મોત થઈ ગયું હતું. અમરજીતે જણાવ્યું કે તેમની પત્નીની હાલત એટલી બધી ખરાબ નહોતી કે તે એકાએક દમ તોડી દે. તેમણે સારવારમાં લાપરવાહીનો આરોપ હોસ્પિટલ પર લગાવ્યો હતો.

શબઘરમાં રાખવા માટે 3,500 રૂપિયા આપ્યા હતા

અમરજીતસિંહે જણાવ્યું કે જ્યારે બોડી શબ ઘરમાં રખાવ્યું હોત તો ઠીક હતું. પરંતુ શુક્રવારે બપોરે જ્યારે બોડી જોયું તો શરીરમાંથી લોહી નીકળતું હતું. કપડું હટાવીને જોયું તો જસજોતનો ડાબો કાન અને હોઠ કપાયેલો હતો. તેનો ચહેરો જોઈને ગરી ગયા અને એકદમ આઘાતમાં આવી ગયા. તેમણે કહ્યું કે શબઘરમાં રાખવા માટે 3,500 રૂપિયા આપ્યા હતા. પરંતુ બોડીને ફ્રીજરમાં યોગ્ય ટેમ્પરેચર પર નહોતું રખાયું. જેનાથી ઉંદરોએ આ હાલત કરી દીધી છે.

બોડીને ઉંદરોએ જ ડેમેજ કરી

પરિવારજનોની બબાલ બાદ પોલિસ સમયસર પહોંચી. સાથે જ સ્થાનિક પ્રશાસક નવપ્રીતસિંહ ગીલને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. નવપ્રિતસિંહે તપાસ કરતાં સામે આવ્યું કે બોડીને ઉંદરોએ જ ડેમેજ કરી હતી. સામે ડોક્ટરોએ કહ્યું કે તે પણ આ ઘટનાની પોતાના તરફથી અલગથી તપાસ કરાવશે.

READ ALSO

Related posts

ટી20 વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને યુએઈ ભારતના બેકઅપ હશે

Mansi Patel

બર્થ ડે : બોલિંગ જ નહીં, પરંતુ વાહિયાત કોમેન્ટ કરવામાં પણ માહિર છે આ પાક. ક્રિકેટર

Mansi Patel

કાચી ડુંગળી ખાવાથી થાય છે મોટા-મોટા ફાયદા, આ મોટા રોગોથી અપાવે છે છુટકારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!