GSTV
Home » News » ફેસબુક પર છોકરા-છોકરીઓ ફ્રેન્ડ બનાવતા ખાસ ચેતજો, જો આવું થયુ તો આવી બનશે

ફેસબુક પર છોકરા-છોકરીઓ ફ્રેન્ડ બનાવતા ખાસ ચેતજો, જો આવું થયુ તો આવી બનશે

આજે લોકો ફેસબુકનાં દિવાના છે અને ઘણા લોકોએ તો ત્યાંથી છોકરી શોધીને લગન પણ કરી લીધા છે. પરંતુ ફેસબુક પર દર વખતે સારા માણસો મળતા નથી. જોઈ લો આ તાજો જ કિસ્સો. ઉત્તર પ્રદેશના રામપુર જીલ્લાની રહેવાસી એક યુવતીને એક યુવાન છોકરા સાથે ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. યુવાને પાર્ટીમાં જવાની વાત કહીને છોકરીને ચંદીગઢ એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો. આ દરમિયાન છોકરીએ પોલીસને બોલાવી તો આરોપી યુવક હોટલનાં ત્રીજા માળેથી નીચે કુદી ગયો.

ઘટના સોમવારની છે. આરોપી અને પીડિત બંને રામપુર જિલ્લાના રહેવાસીઓ છે. થોડા મહિના પહેલા બંનેની ફેસબુક પર મિત્રતા થઈ હતી. બંને સતત એકબીજા સાથે વાતચીત કરતા . પછી ફોન પર પણ વાત કરવાનું ચાલુ થયું. પછી અચાનક કંઈક એવું થયું કે બંનેએ ઘણા દિવસો સુધી એકબીજા સાથે વાત ન કરી. પરંતુ પછી બંનેએ અચાનક મળવાનો પ્લાન બનાવ્યો. અને બંને મળ્યા. આ દરમિયાન યુવાને છોકરીને એક પાર્ટીમાં લઇ જવાની વાત કરી અને છોકરી પણ જવા માટે રાજી થઈ.

બન્ને રામપુરથી ચાલતા ચાલતા ચંદીગઢ પહોંચ્યા. ત્યાં યુવાને એક હોટેલમાં રૂમ લીધો. આરોપ છે કે ત્યાં યુવતી સાથે યુવાને રેપ કર્યો હતો. અને વિરોધ કર્યો તો છોકરીને માર પણ માર્યો. આ દરમિયાન છોકરીએ પોલીસને ફોન કરી દીધો. જેવી જ પોલીસ આવી કે હોટલનાં ત્રીજા માળ પરથી યુવાને પોલીસ આવે એ પહેલા જ નીચે કુદકો મારી ગયો. જેના કારણે તે ઘાયલ થઈ ગયો. પોલીસે આરોપીને ધરપકડ કરીને હોસ્પિટલ ખસેડ્યો છે.

READ ALSO

Related posts

વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું થયું આગમન , ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા

pratik shah

અમદાવાદમાં હેરીટેજ વારસાને સાચવવા ચોક્કસ બાંધકામ નીતિ અમલમાં મુકવાની લોકોની માંગ

Nilesh Jethva

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!