GSTV
India News Trending

રેપ પીડિતા સાથે થયા હતા આરોપીના લગ્ન, હવે કોર્ટે આપી આરોપીને 10 વર્ષની સજા

ચંદીગઢમાં એક સગીર સાથે બળાત્કારના કેસમાં જિલ્લા કોર્ટે યુવકને દોષિત ઠેરવ્યો અને તેને 10 વર્ષની સજા સંભળાવી. એડિશનલ અને સેશન્સ જજ સ્વાતિ સેહગલની ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિતને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. 

ગુનેગારની ઓળખ બાપુધામ કોલોનીના રહેવાસી તરીકે થઈ છે. દંડ ન ભરે તો દોષિતને એક વર્ષની વધારાની કેદની સજા ભોગવવી પડશે.

માહિતી અનુસાર, સેક્ટર-26 પોલીસ સ્ટેશને 17 જુલાઈ, 2019ના રોજ આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. પીડિતાની માતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ અને બાળકો સાથે શહેરમાં રહે છે. એક દિવસ સગીર દીકરીને પેટમાં દુખાવો થયો અને તેની માતા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીર બે મહિનાની ગર્ભવતી છે. પૂછવા પર પુત્રીએ જણાવ્યું કે તે એક યુવકને બે વર્ષથી ઓળખે છે.

ચાર મહિના પહેલા એપ્રિલ 2019માં યુવકે તેને (સગીર) પોતાના ઘરે બોલાવી તેના પર રેપ ગુજાર્યો હતો. તે કોઈને ન કહેવાની ધમકી આપીને ઘણા દિવસો સુધી તેની સાથે બળાત્કાર કરતો રહ્યો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે દોષિત યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

પીડિતાએ પરસ્પર સમજૂતી બાદ આરોપી સાથે લગ્ન કર્યા હતા. દોષિત યુવકની ધરપકડ બાદ બંને પક્ષો (પીડિતા અને દોષિત) વચ્ચે સમાધાન થયું અને બંનેએ લગ્ન કરી લીધા. દોષિત યુવક લગભગ દોઢ વર્ષથી જામીન પર હતો. શુક્રવારે સજા સંભળાવ્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં જ કસ્ટડીમાં લીધો હતો.

જજે યુવકને દોષિત જાહેર કરતાની સાથે જ પીડિતા (દોષિતની પત્ની) કોર્ટ રૂમની બહાર રડવા લાગી. કોર્ટ રૂમમાંથી બહાર આવતાં જ તે દોષિત પતિને ગળે લગાવીને રડી પડી હતી. આ દરમિયાન દોષિતના માતા-પિતા પણ ત્યાં હાજર હતા. પુત્રની સજા સાંભળીને તે પણ અસ્વસ્થ હતો. પરિજનોએ જણાવ્યું કે, જ્યારે દોષિત જામીન પર આવ્યો ત્યારે પીડિતાએ પરસ્પર સમજૂતી બાદ તેની સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે યુવકને પોક્સો એક્ટ હેઠળ આ સજા સંભળાવી છે.

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV