GSTV

ગ્રાહક પાસેથી કૅરી બેગના ન વસૂલી શકાય રૂપિયા, બિગ બઝારને ફટકારાયો 11,500 રૂપિયાનો દંડ

કન્ઝ્યુમર ફોરમે બિગ બઝાર પર ગ્રાહક પાસેથી કૅરી બેગ માટે અલગથી પૈસા વસૂલતા તેની ઉપર દંડ ફટકાર્યો છે. ફોરમે બિગ બઝારને 10,000 હજાર રૂપિયા કન્ઝ્યુમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરાવવાની સાથે જ ફરિયાદકર્તાને થયેલી માનસિક પરેશાની માટે 1000 અને કૅરી બેગ વસૂવવા માટે 18 રૂપિયા પાછા આપવા માટે કહ્યુ છે.

પંચકૂલા નિવાસી બળદેવે ફોરમને આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતુકે, તે 20 માર્ચ 2019માં બિગ બઝારમાં શોપિંગ કરવા માટે ગયો હતો. બિલિંગ કાઉન્ટર કર્મચારીએ તેની પાસેથી કૅરી બેગ માટે 18 રૂપિયા અલગથી વસૂલ કર્યા હતા. તેના માટે બળદેવે ના કહ્યુ હતુ અને કહ્યુ હતુકે, તે ગેરકાયદેસર છે પરંતુ કર્મચારી માન્યો ન હતો.

પરેશાન થઈને બળદેવે કન્ઝયુમર ફોરમનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે બિગબઝારે પોતાના પક્ષમાં દલીલ રાખતા કહ્યુ હતુકે, કૅરી બેગના ચાર્જીસ વિશે તેમણે સ્ટોર પર ડિસ્પ્લે કરેલું છે. અમે તેના વિશે ગ્રાહકોને જણાવ્યુ પણ હતુ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કન્ઝ્યુમર ફોરમે પોતાનો આ નિર્ણય સંભળાવ્યો હતો.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana

સિબિલ સ્કોર ખરાબ છે તો આ પ્રકારે મેળવો પર્સનલ લોન, 750થી વધુનો સ્કોર લોન માટે મનાય છે સૌથી સારો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!